શું તમારું બાળક રાતે પથારી ભીની કરે છે, તો આ રીતે તેની આદત સુધારો

PC: reflexologymelbourne.net

બાળકોનું પથારી ભીની કરવી સામાન્ય વાત છે, પરંતુ મોટા બાળકોમાં આવું કરવું થોડું અટપટુ લાગે છે. ઘણા ઘરોમાં મોટા બાળકો પથારી ભીની કરતા હોય છે, ઘણી વખતે ટ્રીટમેન્ટ પછઈ પણ બાળકનું પલંગ થવા પથારીમાં  પેશાબ કરવાનું અટકતું નથી. આવા સમયે સૌથી જરૂરી છે કે તો શા માટે આવું કરે છે. આ માટે મા-બાપે પહેલા બાળકની સ્થિતીને સમજવી જોઈએ અને પછી તેની આ આદતને દૂર કરવાના યોગ્ય પગલાં લેવા જોઈએ.

શા માટે બાળકો પથારી ભીની કરે છેઃ

ઈમોશનલ અથવા મેન્ટલ સ્ટ્રેસને લીધે ઘણી વખત બાળકોને ઊંઘમાં પેશાબ થઈ જતો હોય છે. ઘણી વખત તેમને વારે ઘડીએ ખીજવવાથી તેમના મગજમાં તે ફીટ થઈ જતા તેઓ ગભરાઈને પથારીમાંજ પેશાબ કરી દેતા હોય છે.

ઘણી વખત ફેમિલીમાં દરેક બાળક આવું કરતું હોય તો પણ થઈ શકે છે. જેમ કે બાળકના દાદા અથવા પિતા પણ નાના હતા ત્યારે પથારી ભીની કરતા હોવા જોઈએ.

આ સિવાય યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. બાળકને વારંવાર તાવ આવવો, બાળક ઓછું ખાય, તેને ઊલ્ટીઓ થાય અને વધારે સુતો હોય તો આ બીમારીના લક્ષણો પરથી ખબર પડી શકે તેમ છે. આ બીમારીમાં પણ બાળકો પથારી ભીની કરતા હોય છે.

ઘણી વખત બાળકોમાં હોર્મોનલ ઈમ્બેલેન્સનો લીધે પણ આવું થતું હોય છે.

બાળકો સુવા જાય તે પહેલા વધારે પાણી અથવા લીક્વીડ પીવાને લીધે પણ તો ઊંઘમાં પથારી ભીની કરી શકે છે.

આ આદતને કેવી રીતે છોડાવશોઃ

બાળકોને સુતા પહેલા બાથરુમ લઈ જાઓ. તેનાથી ધીરે ધીરે તેની પથારી ભીની કરવાની આદત ઓછી થતી જશે.

બાળકોને કેફીનવાળી વસ્તુઓ ઓછઈ આપવી, તેનાથી પણ બાળકો પથારી ભીની કરી શકે છે.

બાળકોના રૂમમાં થઓડી લાઈટ રાખવી. ઘણી વખત રાતે અંધારાના ડરને લીધે બાળકો પથારીમાંથી ઉઠતા હોતા નથી અને પથારીમાં જ પેશાબ કરી લેતા હોય છે.

ખિજવાવું જોઈએ નહીં. ઘણા માતાપિતા બાળકોએ પથારી ભીની કરતા તેમને ખિજવાતા અથવા ગુસ્સો કરતા હોય છે. પંરતુ આવા સમયે તેમને ખિજવવાને બદલે શાંતિથી સમજાવવું જોઈએ અને જે દિવસે તે આવું ન કરે તો તેને ઈનામ આપવું જોઈએ, જેથી તે ગભરાશે નહીં અને બીજી વખતે પથારી ભીની પણ નહીં કરે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp