લગ્નના દિવસે દુલ્હને ચોલી અને જીન્સ પહેરી કર્યો ડાન્સ, જુઓ વીડિયો
તમે દુલ્હનને ડાન્સ કરતા જોઈ હશે પંરતુ આની જેમ નહીં. આવું કહીને દિલ્હીના એક ફોટોગ્રાફરે Instagram પર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોઈને બે મિનિટ માટે તમે પણ દંગ રહી જશો. લગ્નના દિવસે છોકરી ચોલી અને જીન્સ પહેરીને હાથમાં મહેંદી અને ચૂડાની સાથે ડાન્સ કરતી જોવા મળશે. રશિકા યાદવનો આ વીડિયો હાલમા ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
થોડા મહિનાઓ પહેલા આવો જ એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં એક છોકરી તેના લગ્નના દિવસે ચોલી અને શોર્ટ્સમાં પોતાની ગર્લ ગેંગ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. રશિકા પંજાબી સિંગર મનકીર્ત ઓલખના કદર ગીત પર પંજાબી ડાન્સ કરી રહેલી જવા મળે છે. આ ગીત પર તે સૌને ગમી જાય તેવો ભાંગડા કરી રહી છે.
દુલ્હન અંગે વાત કરતા ફોટોગ્રાફરે કહ્યું હતું કે રશિકા એક કથક ડાન્સર છે અને તે 16 વર્ષની ઉંમરથી શીખી રહી છે. આથી તેણે પોતાના લગ્નના દિવસે ડાન્સ કરવાનો નિર્ણય લીધો હતો. આ વીડિયોને 20 કલાકમાં 4 લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. ઘણી બધી છોકરીઓએ પોતાના લગ્નમાં પણ આવો ડાન્સ કરવાની પોતાની ઈચ્છાને કોમેન્ટમાં લખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp