મહિલાઓ પર તેમના પતિ દ્વારા થતી હિંસામાં કોણ છે આગળ? ભારત કે પાકિસ્તાન, જાણો

PC: lyndahinkle.com

બાંગ્લાદેશ અને ભારતની મહિલાઓ નેપાળની મહિલાઓની સરખામણીમાં તેમના પતિની હિંસાનો સૌથી વધારે શિકાર બને છે. એક નવા રિપોર્ટ પરથી આ જાણકારી મળી છે. ગરમૈચર લાંસેટ કમિશનની યૌન અને પ્રજનન સ્વાસ્થ્ય અને અધિકારના રિપોર્ટ પ્રમાણે ભારત 13 એશિયન અને મધ્ય પૂર્વી દેશોમાંથી મહિલાઓ પર તેમના પતિઓ દ્વારા કરવામાં આવતી હિંસાની બાબતમાં બીજા સ્થાન પર છે. રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશ આ બાબતમાં પહેલા સ્થાન પર છે અને સિંગાપોર અંતિમ સ્થાન પર છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની સરખામણીમાં નેપાળની મહિલાઓ તેમના પતિની હિંસાનો ખૂબ ઓછો શિકાર બને છે.

જ્યાં પાકિસ્તાનની સ્થિતિ પણ ભારત કરતા સારી છે. પણ આ દેશોના છેલ્લા 12 મહિનાના આંકડાની ગણતરી કરવામાં આવી છે. મહિલાઓ વિરૂદ્ધ હિંસાના ઘણા રૂપને આ રિપોર્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. જેમાં શારીરિક, યૌન શોષણ, માનસિક અને મહિલા વિરોધી ઘણા કૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સતત વિકાસના લક્ષ્યના પાંચમાં લક્ષ્યમાં મહિલાઓ વિરૂદ્ધ હિંસા ,બાળ વિવાહ, જબરદસ્તી સહિત ઘણી નુકસાનદાયક પ્રથાઓને 2030 સુધીમાં નાબૂદ કરવાનું લક્ષ્ય છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1971મા ભારતમાં વ્યાપક માપદંડ અનુસાર ગર્ભપાતના કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ 2015 સુધીમાં મોટાભાગના ગર્ભપાતના કેસમાં કાનૂની પરિમાણોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp