20 હજાર લોકોમાંથી ઓબામા ફાઉન્ડેશન માટે ભારતની આ મહિલાની પસંદગી કરાઈ

PC: medium.com

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના ફાઉન્ડેશન માટે પસંદ કરેલી 20 વ્યક્તિઓના નામની ઘોષણા કરી દીધી છે. વેબસાઈટ દ્વારા ઓબામા ફાઉન્ડેશન માટે 191 દેશમાંથી 20,000 લોકોએ અરજી આપી હતી, જેમાંથી ફક્ત 20 લોકોની પસંદગી કરવામાં આવી છે.

ગર્વની વાત એ છે કે ઓબામા ફાઉન્ડેશન માટે પસંદ કરવામાં આવેલા 20 નામોમાંથી એક નામ ભારતીય મહિલાનું પણ છે. ગ્લોબલ સોશિયલ ચેન્જ ટેકનોલોજીના એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર પ્રીતિ હરમનને ઓબામા ફાઉન્ડેશનની મેમ્બર તરીકે પસંદ કરવામાં આવી છે. ધ ઓબામા ફાઉન્ડેશને ટ્વિટરની મદદથી આ નામોની ઘોષણા કરી હતી. જેમાં એક ભારતીય સિવાય બીજા અન્ય લોકો અમેરિકા, યૂકે, હંગેરી, સાઉથ આફ્રિકા અને ફિલીપાઈન્સના છે.

આ ઉપરાંત અમેરિકામાં રહેનાર ભારતના નાગરીક નવદીપ કાંગ પણ આ લિસ્ટમાં છે. ઓબામા ફાઉન્ડેશનના મેમ્બર બન્યા પછી ભારતીય મહિલા હરમને જણાવ્યું હતું કે 'હું દુનિયાભરના સંશોધનકર્તાઓ સાથે કામ કરવા માટે જઈ રહી છું, જેથી હું ખૂબ ઉત્સાહી અને ખૂશ છું. ફાઉન્ડેશન સાથે કામ કરવા માટે હવે હું વધારે રાહ જોઈ શકીશ નહીં. અમારું લક્ષ્ય આવનાર પેઢીઓને મજબૂત બનાવવાનું છે'.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp