સરકારે ગરીબ મહિલાઓને આપી મોટી ગિફ્ટ, રોજગાર માટે બેંક આપશે લોન

PC: borgenmagazine.com

ગરીબ મહિલાઓને સરકારે ખૂબ મોટી રાહત આપી છે. આ પછી રોજગાર શરૂ કરવા માટે આપવામાં આવતી લોન ખૂબ સસ્તી થઈ જશે. ઉત્તરાખંડ સરકાર ગરીબ અને અસહાય મહિલાઓને 1% વ્યાજ પર 1 લાખ રૂપિયાની લોન આપશે. આ લોન તેમને રોજગાર શરૂ કરવા માટે આપવામાં આવશે.

બુધવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્ણય પ્રમાણે 1% વ્યાજે મળતી લોનની આ સુવિધા એ જ અસહાય મહિલાઓને મળશે, જેને રાજકીય પેન્શનનો લાભ મળતો નથી. આ યોજના અંતર્ગત સરકાર મહિલાઓને સિલાઈ કામ, મરઘા પાલન અને અન્ય ઘણા કામો માટે લોન આપશે. આ લોન જિલ્લાની સરકારી બેંકોમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉત્તરાખંડ પ્રદેશની સરકારે દીન દયાળ સામાજિક સુરક્ષા યોજનામાં કિન્નર શ્રેણીને પણ સમાવવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે, કિન્નર શ્રેણીને પણ સામાજીક સુરક્ષા નિધીમાંથી 1% વ્યાજે 1 લાખ રૂપિયાન સુધીની લોન મળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp