જૂનાગઢ જિલ્લાના 47 સખીમંડળની બહેનોએ દોઢ લાખથી વધુ માસ્ક બનાવ્યા

PC: Khabarchhe.com

જૂનાગઢ જિલ્લાનાં 47 સખીમંડળની બહેનો દોઢ લાખથી પણ વધારે માસ્ક બનાવીને આત્મનિર્ભરતાની દિશામાં નક્કર પગલા દ્વારા આગેકૂચ કરી રહી છે. વર્તમાન સમયમાં આ ફરજ પણ છે અને રાષ્ટ્ર સેવા પણ. વર્તમાન COVID-19 કોરોના વાઇરસની મહામારીના સમયે માસ્કનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લાનાં સખીમંડળની મહિલાઓને કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે મિશન મંગલમ યોજના હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય શાખા દ્વારા માસ્ક બનાવવાનું કામ સોંપાયું છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લાનાં 47 સખીમંડળનાં 148 બહેનો દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ 1,56,850 જેટલાં માસ્ક બનાવવામાં આવ્યા છે.

જે અંતર્ગત વંથલી તાલુકાના શાપુર ગામના ‘ગાત્રાળ મંગલમ જૂથ’નાં મધુબેન મકવાણાની આગેવાનીમાં સખીમંડળની બહેનો દ્વારા અત્યાર સુધીમાં કુલ 16,000 જેટલાં માસ્ક બનવવામાં આવ્યાં છે. જ્યારે મેંદરડા તાલુકાના ‘કર્મ મંગલમ્ જૂથ’નાં મીરાંબેન બરવાડિયા તથા ‘પરિશ્રમ સખીમંડળ’નાં જિજ્ઞાસાબેન સુવાગિયાની આગેવાની હેઠળ મંડળની 82 બહેનો દ્વારા રાત-દિવસ કામ કરીને 1,13,856 માસ્ક બનાવાયાં છે.

આ અંગે ‘કર્મ મંગલમ્ જૂથ’ના આગેવાન મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામનાં મીરાંબેન બરવાડિયાએ જણાવ્યું કે, ‘અનેક લોકો માસ્ક લઈ શકે એમ નથી હોતા, ત્યારે આવા જરૂરિયાતમંદ લોકોને કંઈક આપીને રાષ્ટ્રસેવામાં અમે પણ કંઈક યોગદાન કર્યાની ભાવના સાથે કામગીરી કર્યાનો સંતોષ મળે છે. જ્યારે શાપુરનાં મધુબેન મકવાણા જણાવે છે કે, ‘અમે 8 બહેનોએ મળીને 16,000થી વધુ માસ્ક બનાવ્યાં છે.’ તેમણે ઉમેર્યું કે, ‘આ વિકટ પરિસ્થિતિમાં આપણાથી શક્ય હોય, તે રીતે ફરજ નિભાવવી જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp