તમારું બાળક વારંવાર બોલે છે ખોટું તો આવી રીતે લો કામ

PC: https://www.ourchildren.com.au

નાના બાળકો કોઇને કોઇ વાત પર ખોટું બાલે છે. હંમેશા નહીં તો ઓછામાં ઓછા 3-4 એવા મોકો આવે છે કે જ્યારે બાળક ખોટું બોલે છે. જો તમારૂ બાળક પણ ખોટું બોલે છે, તો તેના પર ગુસ્સે ના થાઓ પરંતુ લાગણી પૂર્વક સમજાવો. સૌથી પહેલા તો આ સમજવુ જરૂરી છે કે બાળક ખોટું કેમ બોલે છે. તેનુ કયુ કારણ હોઇ શકે છે. તે વિશે જાણી અને બાળકને લાગણીથી સમજવા માટે કેટલાક સરળ ઉપાયની મદદથી તમે તમારા બાળકને સમજાવીને સત્ય બોલાવી શકશો.

મોટાભાગે 4 થી 6 વર્ષના બાળકો ખોટું બોલે છે

1. તમારા બાળકને સાચુ બોલાવવા માટે પ્રેરિત કરો. એટલા માટે તમે તેને વાર્તા હેઠળ અથવા પછી ઘરના સભ્યના પ્રામણિક વલણ દેખાડી સમજાવવાની કોશિશ કરે. 2. જ્યારે પણ તમારૂ બાળ સત્ય બોલે, તો તેના વખાણ કરો અને ચોકલેટ આપો. આવું જોઇને પણ તમારા બાળકનો વ્યવહાર બદલશે.
3. જો તે ખોટું બોલે તો તેને મારો નહીં પરંતુ તેને સમજાવવાનો પ્રયત્નો કરો કે તે ખોટું કેમ બોલ્યુ? સ્થિતિ જાણી લીધા બાદ તેને પ્રેમથી સમજાવો.
4. જો તમારૂ બાળક ખોટું બોલતા સમય કોઇ વાર્તા બનાવે તો તેના વખાણ કરો કારણ કે જેથી વાર્તા સાંભળવાના સાથે-સાથે ક્રિએટિવીટી પણ વધશે. જોકે ખોટું બોલવા પર સમજાવો જરૂર.
5. બાળકને તે પરિસ્થિતીઓથી બચાવવામાં મદદ કરો જેના કારણથી તે ખોટું ના બોલે. જો તમારા બાળકની કોઇ વસ્તુ તૂટી ગઇ અથવા ખરાબ થઇ ગઇ તો તેને પુછો કે આ કેમ કર્યું? ત્યારે જો તેનાથી કોઇ ભૂલ થઇ ગઇ હોય તો તેને માફ કરી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp