હું ભલે જીવી ન શકું પણ પુત્રને જીવન મળશે...70 વર્ષની ઉંમરે કિડની આપનાર માને મળો

PC: navbharattimes.indiatimes.com

સમીરને પહાડો પર ચઢવાનો શોખ હતો. એક પ્રવાસમાં, તેના અંગૂઠાને કાંટો વાગી ગયો અને તે સૂજી ગયો. જ્યારે તે ડોક્ટર પાસે ગયો તો તેને ખબર પડી કે BP બહુ વધી ગયું છે. થોડા દિવસો માટે આરામ કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ કોઈ ફાયદો થયો નહિ. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ટૂંક સમયમાં ડાયાલિસિસ શરૂ થયું. આ વાત 2002ની છે. જ્યારે સમીરની નોકરી છૂટી ગઈ ત્યારે તેણે પોતાની એજન્સી શરૂ કરી, પણ હિંમત હારી નહીં. ધંધામાં પણ લાખોનું નુકસાન થયું હતું. એક વર્ષ સુધી ઘરે રહેવું પડ્યું. ડાયાલિસિસ સવારે 9 વાગ્યે શરૂ થતું અને બપોરે 2.30 વાગ્યા સુધી ચાલતું. તે બીજા દિવસે કામ પર જવા સક્ષમ થતો હતો. તે ખૂબ જ મુશ્કેલ સમયગાળો હતો.

2019 સુધી અઠવાડિયામાં 2-3 વખત તેમનું ડાયાલિસિસ થતું હતું. આ પછી તેની માતાએ તેને નવું જીવન આપ્યું. મીડિયા સૂત્રોની સાથેની એક વાતચીતમાં સમીરે તેની માતાએ 17 વર્ષના સંઘર્ષ બાદ કિડનીનું દાન કર્યું હોવાની આખી વાર્તા સંભળાવી. વાતચીતમાં સમીરની માતા વિનયાએ જે કહ્યું તે સાંભળીને વિશ્વભરની માતાઓ પ્રત્યે સન્માન ખુબ વધી જશે.

સમીરે જણાવ્યું કે, જ્યારે ડાયાલિસિસ શરૂ થયું ત્યારે બંને માતા-પિતા કિડની આપવા તૈયાર હતા, પરંતુ બ્લડ ગ્રુપ અલગ હતું. વાત અહીં જ અટકી ગઈ. સમીરને પહેલા કંઈક ચેપ લાગ્યો હતો જેના કારણે ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું નહીં. 2018માં તેનું ઈન્ફેક્શન ઠીક થઈ ગયું હતું. ડોક્ટરે કહ્યું કે, જો કિડની ડોનર મળી જાય તો હવે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. ત્યાં સુધીમાં તો નવી ટેક્નોલોજી આવી ગઈ હતી, જેના દ્વારા અલગ-અલગ બ્લડ ગ્રુપ સાથે પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતું હતું. તેના માતા-પિતા બંને તૈયાર હતા. જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે માતા કિડની આપવા માટે તબીબી રીતે વધુ ફિટ હોવાનું જણાયું હતું.

સમીરની માતા ડાયાબિટીસની નજીક હતી. તેણે ચાલવાનું શરુ કરીને શુગર કંટ્રોલ કરી. આ પછી તે નોન-ડાયાબિટીસ થઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે, અંગદાન સમયે સમીરની માતા વિનયા હલ્લાડીની ઉંમર 70 વર્ષની હતી.

જ્યારે સમીરની માતાને પૂછવામાં આવ્યું કે, 70 વર્ષની ઉંમરે તેમના પુત્રને કિડની દાન કરવા અંગે તેમના મનમાં શું ચાલી રહ્યું છે? વિનયાએ કહ્યું કે, ડોક્ટરે કહ્યું કે કિડની ડોનેટ કરી શકાય છે પરંતુ કંઈપણ થઈ શકે છે. માતાએ કહ્યું, 'આ જીવન છે. આપણે જાણતા પણ નથી, તે આજે છીએ. કાલે છીએ કે નહિ, જો તે કિડની આપીને જાય તો તે સારું છે ને. તેને નવું જીવન મળશે ને. તેથી જ મેં નક્કી કર્યું કે, હું મારા પુત્રને કિડની આપીશ.'

આ ઉંમરે ડર વિશે પૂછતાં સમીરની માતાએ કહ્યું, 'ના, ના. જેઓ સત્કર્મો કરે છે અને ભગવાનનો જપ કરે છે તેને વળી કઈ વાતનો ડર? ભગવાન જે કરે છે તે સારું કરે છે. આ સકારાત્મક વિચાર રાખીને જ આગળ વધવું જોઈએ.'

કોઈ શાયરે સત્ય જ લખ્યું છે કે, 'ગમ હો, દુઃખ હો યા ખુશિયાં, માં જીવન કે હર કિસ્સે મેં સાથ દેતી હૈ, ખુદ સો જાતી હૈ ભૂખી, પર ઔર બચ્ચોં મે રોટી અપને હિસ્સે કી બાંટ દેતી હૈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp