પૉક્સો કાયદામાં બદલાવઃ 18 વર્ષ સુધીના બાળક સાથે દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા

PC: amazonaws.com

બાળકોની સાથે થતા યૌન અપરાધોની ઘટનાઓ સમાજને શર્મસાર કરે છે. આ પ્રકારના મામલાઓની વધતી સંખ્યા જોઈને સરકારે 2012માં એક વિશેષ કાયદો બનાવ્યો હતો. પૉક્સો કાયદો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 જેને લેંગિક ઉત્પીડનથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ 2012 કહેવામાં આવે છે.

આ કાયદા અંતર્ગત અલગ-અલગ અપરાધમાં અલગ-અલગ સજાનું પ્રાવધાન છે અને એ પણ ધ્યાન આપવામાં આવે છે કે, તેનું પાલન કડકાઈપૂર્વક કરવામાં આવી રહ્યું છે કે નહીં. આ કાયદાની ધારા 4માં એ મામલા આવે છે, જેમાં બાળકો સાથે કુકર્મ કે પછી દુષ્કર્મ કરવામાં આવ્યું ગોય. આ અધિનિયમમાં સાત વર્ષની સજાથી લઈને આજીવન કેદ સુધીનું પ્રાવધાન છે, સાથે જ દંડ પણ લગાવવામાં આવી શકે છે.

આ અધિનિયમની ધારા 6 અંતર્ગત એ મામલાઓ આવે છે, જેમાં બાળકો સાથે કુકર્મ, દુષ્કર્મ બાદ તેમને ઈજા પહોંચાડવામાં આવી હોય. આ ધારા અંતર્ગત 10 વર્ષથી લઈને આજીવન કેદની સજાનું પ્રાવધાન છે સાથે જ દંડ પણ લગાવવામાં આવી શકે છે. જો ધારા 7 અને 8ની વાત કરીએ તો તેમાં એવા મામલા આવે છે, જેમાં બાળકોને ગુપ્તાંગમાં ઈજા પહોંચાડવામાં આવે છે. તેમાં આરોપીઓને 5થી 7 વર્ષની સજાની સાથે દંડની જોગવાઈ છે.

18 વર્ષથી નાના કોઈપણ માસૂમની સાથે જો દુરાચાર થાય, તો તે પૉક્સો અંતર્ગત આવે છે. આ કાયદો લાગતા તરત જ ધરપકડનું પ્રાવધાન છે. આ ઉપરાંત, અધિનિયમની ધારા 11ની સાથે યૌન શોષણને પણ પરિભાષિત કરવામાં આવે છે. જેનો મતલબ એ થયો કે, જો કોઈ પણ વ્યક્તિ કોઈપણ બાળકને ખોટી દાનતથી સ્પર્શ કરે કે પછી તેની સાથે ખોટું કામ કરવાનો પ્રયત્ન કરે અથવા તેને પોર્નોગ્રાફી બતાવે તો તેને ધારા 11 અંતર્ગત દોષી માનવામાં આવશે. આ ધારા લાગતા દોષીને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

આ અધિનિયમમાં એ પ્રાવધાન છે કે, જો કોઈ વ્યક્તિ એ જાણતું હોય કે બાળકનું યૌન શોષણ થયું છે, તો તેણે તેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ. જો તે આવું ના કરે તો તેને 6 મહિનાની જેલ અને આર્થિક દંજ પણ લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp