ભારત સહિત દુનિયાભરમાં કોરોનાને લીધે 15 લાખ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

PC: indianexpress.com

ભારતના 1,19,000 બાળકો સહિત દુનિયાભરમાં 15 લાખથી વધારે બાળકોએ કોરોના વાયરસના કારણે ઓછામાં ઓછા એક માતા-પિતા, કસ્ટોડિયલ દાદા-દાદી કે નાના-નાની ગુમાવ્યા છે. આની જાણકારી ધ લાંસેટમાં પ્રકાશિત એક સ્ટડીમાં શેર કરવામાં આવી છે. સ્ટડીનું અનુમાન છે કે આમાંથી 10 લાખ બાળકોના મહામારી પહેલા 14 મહિના દરમિયાન એક કે બંને માતા-પિતાના મોત થયા. અન્ય 5 લાખ બાળકોએ પોતાના જ ઘરમાં રહેનારા દાદા-દાદીની મોત જોઇ છે.

ભારતમાં શોધકર્તાઓનું અનુમાન છે કે માર્ચ 2021(5091)ની તુલનામાં એપ્રિલ 2021માં 9 અનાથ બાળકો(43139)ની સંખ્યામાં 8.5 ગણો વધારો થયો છે. જે બાળકોએ માતા-પિતા કે દેખરેખ કરનારાઓને ગુમાવ્યા છે, તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા પર ગંભીર અલ્પકાલિક અને દીર્ઘકાલિક પ્રતિકૂળ અસર જેવી કે બીમારી, શારીરિક શોષણ, હિંસા અને કિશોર ગર્ભાવસ્થાનાં જોખમમાં વધારો થવાનો ખતરો છે.

21 દેશોના રાષ્ટ્રીય પ્રજનન આંકડાના આધારે અનુમાન

યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન કોવિડ રિસ્પોસ ટીમના મુખ્ય લેખક ડૉ. સુસન હિલિસે કહ્યું કે દુનિયા ભરમાં બે કોરોના મોત માટે, માતા-પિતા કે દેખરેખ કરનારાઓની મોતનો સામનો કરવા માટે એક બાળક પાછળ છૂટી જાય છે. 30 એપ્રિલ 2021 સુધીમાં, આ 1.5 મિલિયમ બાળકો દુનિયાભરમાં 30 લાખ કોરોના મોતોના દુખદ પરિણામ બન્યા હતા અને આ સંખ્યા માત્ર મહામારીની પ્રગતિના રૂપમાં વધશે.

તેમણે કહ્યું, અમારા પ્રયાસો આ બાળકોને પ્રાથમિકતા આપવા અને સાક્ષ્ય આધારિત કાર્યક્રમો અને સેવાઓમાં રોકાણ કરવાની તત્કાલ જરૂરિયાતોને ઉજાગર કરે છે. જેથી તેઓ અત્યારથી જ તેમની રક્ષા અને સમર્થન કરી શકે સાથે જ ભવિષ્યમાં ઘણાં વર્ષો સુધી તેમનું સમર્થન કરી શકે. કારણ કે અનાથપણું દૂર થતું નથી.

પ્રાથમિક દેખરેખ કરનારા માતા-પિતાઓને ગુમાવનારા બાળકોની સૌથી વધારે સંખ્યાવાળા દેશોમાં સાઉથ આફ્રિકા, પેરૂ, સંયુક્ત રાજ્ય અમેરિકા, ભારત, બ્રાઝીલ અને મેક્સિકો સામેલ છે.

5 ગણા વધુ બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા

પ્રાથમિક દેખરેખ કરનારાઓમાં કોરોનાથી સંબંધિત મોતોના દર વાળા દેશોમાં પેરૂ, સાઉથ આફ્રિકા, મેક્સિકો, બ્રાઝિલ, કોલંબિયા, ઈરાન, સંયુક્ત રાજ્ય અમેરિકા, આર્જેંટિના અને રશિયા સામેલ છે. લગભગ દરેક દેશોમાં મહિલાઓની તુલનામાં પુરુષોના મોત વધુ થયા હતા. ખાસ કરીને મધ્ય અને વૃદ્ધાવસ્થા દરમિયાન. કુલ મળીને પોતાની માતાને ગુમાવવાની તુલનામાં પાંચ ગણા વધુ બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp