મહિલાઓ માટે સરકારની યોજના, એક અરજી અને ફ્રીમાં મેળવો સિલાઈ મશીન

PC: maharashtratimes.com

દેશની મહિલાઓને સરકાર મફતમાં સિલાઈ મશીન આપી રહી છે. કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને આર્થિકરીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે નવી સ્કીમ ચલાવે છે. સરકારનો પ્રયત્ન છે કે, દેશની મહિલાઓ સશક્ત બને. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ અંતર્ગત દેશની મહિલાઓને સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ દેશની મહિલાઓ એક અરજી કરીને લઈ શકે છે.

કેન્દ્ર સરકારની આ યોજના દેશના દરેક રાજ્યની 50 હજાર મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2022 અંતર્ગત કોઈપણ પ્રકારના પૈસા લીધા વિના મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત અપ્લાઈ કરનારી મહિલાઓની ઉંમર 20થી 40 વર્ષ હોવી જોઈએ. અપ્લાઈ કર્યા બાદ મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવશે. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2022 હાલ દેશના થોડાં જ રાજ્યોમાં ચાલી રહી છે. તેમા હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યો સામેલ છે. આ રાજ્યોની મહિલાઓ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.

કોણ છે આ સ્કીમને પાત્ર

  • અરજી કરનાર મહિલા ભારત દેશની નાગરિક હોવી જોઈએ.
  • દેશમાં માત્ર આર્થિકરીતે નબળા વર્ગની મહિલાઓને જ આ યોજાનો લાભ મળશે.
  • મહિલા આવેદકના પતિની વાર્ષિક આવક 12 હજાર રૂપિયા કરતા વધુ ના હોવી જોઈએ.
  • આ યોજના અંતર્ગત વિધવાઓ અને દિવ્યાંગ મહિલાઓ પણ અરજી કરી શકે છે અને લાભ લઈ શકે છે.

આ રીતે કરો ઓનલાઈન અરજી

ગામ અને શહેર બંને જગ્યાની મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. તેને માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. જો કોઈ સ્કીમ અંતર્ગત અપ્લાઈ કરવા ઈચ્છતું હોય, તો તેણે સૌથી પહેલા તેની આધિકારીક વેબસાઈટ www.india.Gov.in પર જવાનું રહેશે. વેબસાઈટના હોમ પેજ પર તમને સિલાઈ મશીનની ફ્રી સપ્લાઈ માટે અરજી કરવા એક લિંક મળશે. લિંક પર ક્લિક કરીને અરજીની પીડીએફ પ્રિન્ટ કાઢી લો અને પછી ફોર્મ ભરી દો. આ ઉપરાંત, જરૂરી ડોક્યૂમેન્ટ્સ અટેચ કરી દો. ત્યારબાદ ફોર્મને સંબંધિત ઓફિસમાં જમા કરાવી દો. તમારી અરજીની તપાસ કરવામાં આવશે અને તમારા દ્વારા આપવામાં આવેલી તમામ જાણકારી સાચી જણાશે તો તમને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવશે.

ફ્રીમાં સિલાઈ મશીન મેળવવા માટે જરૂરી પુરાવા

  • આધાર કાર્ડ
  • જન્મનું પ્રમાણ પત્ર
  • આવકનું પ્રમાણ પત્ર
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp