જાણો પૂણેની મહિલાએ સાડી પહેરીને કયો નવો રૅકોર્ડ બનાવ્યો

PC: ndtvimg.com

એડવેન્ચરની શોખીન એવી પુણેની શીતલ રાણે-મહાજન નામની મહિલાએ થાઈલેન્ડમાં મહારાષ્ટ્રની રંગીન નૌવારી સાડી પહેરીને સ્કાઈ ડાઈવીંગ કરવાનો નવો રેકોર્ડ પોતાના નામ પર કર્યો છે. આ સાથે જ તે પહેલી ભારતીય મહિલા બની છે જેણે 13000ની ફુટ પરથી સાડી પહેરીને સ્કાઈ ડાઈવીંગ કર્યું હતું.

સ્કાઈ ડાઈવીંગ કર્યા પછી શીતલે કહ્યું હતું કે અનુકૂળ વાતાવરણ હોવાને લીધે તેણે દુનિયાના જાણીતા પ્રવાસી રીસોર્ટ પટાયા ખાતે એક વિમાનમાંથઈ 13000 ફીટની ઊંચાઈએથી બે વખત છલાંગ લગાવવામાં સફળ રહી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે આવતા મહિને આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તે કંઈક અલગ કરવા માગતી હતી. આથી તેણે સ્કાઈ ડાઈવીંગ માટે નૌવારી સાડી પહેરવાનો નિર્ણય કર્યો હતો.

તેણે કહ્યું હતું કે આ સાડી 8.25 મીટર લાંબી હતી, જે તમામ ભારતીય સાડીઓ કરતા વધારે લાંબી હતી. પહેલા સાડી પહેરવી, પછી તેની ઉપર પેરાશૂટ પહેરવું, પછી સેફ્ટી ગીયર, હેલમેટ, ગોગલ્સ અને શૂઝ વગેરે પહરવાનું અને પછી ડાઈવીંગ કરવાનું તેના માટે ચેલેન્જ સમાન હતું.

તેનું માનવું છે કે સ્કાઈ ડાઈવીંગ કરવા માટે પહેલેથી જ તેણે ઘણી તૈયારી અને સેફ્ટીને ધ્યાનમાં રાખીને વિવિધ જગ્યાએ પીન લગાવી હતી, ઘણી જગ્યાએ તેને કસીને બાંધી હતી, જેથી નાચે ડાઈવ કરતી વખતે ઝડપી પવનથી સાડી ઢીલી ન થઈ જાય અથવા નીકળી ન જાય. હું એ સાબિત કરવા માગતી હતી કે ભારતીય મહિલા માત્ર તેની સામાન્ય દિનચર્યામાં જ નહીં પણ સ્કાઈ ડાઈવીંગ જેવા ખતરનાક એડવેન્ચરને પણ સારો અંજામ આપી શકે છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp