મેરઠની આ છોકરી બંને હાથથી બે જુદી-જુદી ભાષામાં લખી શકે છે

PC: Youtube.com

મેરઠના ફૂલબાગમાં રહેનારી તેજસ્વી ત્યાગી એક સાથે બંને હાથથી લખી શકે છે. તમને લાગતું હશે કે આમાં નવું શું છે? આવું તો ઘણા બધા લોકો કરી શકે છે. હા આવું ઘણા લોકો કરી શકે છે પણ તેજસ્વીની ખાસિયત એ છે કે તે એક હાથથી હિન્દી અને બીજા હાથથી અંગ્રજીમાં લખે છે. તેની આ પ્રતિભા જોઈને લોકો આશ્ચર્યમાં પડી જાય છે.

ખૂબ સામાન્ય ખેડૂતના પરિવારમાં જન્મેલી તેજસ્વી 11મા ઘોરણમાં ભણે છે. તેજસ્વીના આ વિશિષ્ટ ગુણ વિશે તેના ટીચરે જણાવ્યું ત્યારે તે ચાર વર્ષની હતી. ત્યારે પહેલી વખત તેણે બંને હાથથી લખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે એક જ ભાષાને બંને હાથથી લખતી હતી, પણ જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેની સ્કીલમાં પણ વધારો થયો. થોડાં સમયમાં તેજસ્વીએ બંને હાથથી અલગ અલગ ભાષામાં લખવાનું શરૂ કરી દીધું.

આટલું જ નહીં તેજસ્વી એક હાથથી લખવાની સાથે બીજા હાથથી ડ્રોંઈગ પણ બનાવી શકે છે. હાલના સમયમાં તેજસ્વી એક સાથે બે જુદી-જુદી ભાષાઓમાં ઊલટું લખી શકે છે. જે સમયે તે લખતી હોય છે ત્યારે એવું લાગે છે કે તે સીધો શબ્દ લખી રહી છે, પણ તેનો લખેલો શબ્દ ઊલટો હોય છે. એ લખ્યા પછી તે તેને સીધો કરીને સામાન્ય શબ્દની જેમ વાંચીને સંભળાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp