આ કાશ્મીરી છોકરીએ ભારતીય ટીમમાં રમવા કર્યો દુનિયા સામે બળવો

PC: indiatimes.in

5 ફૂટ 8 ઈંચની ઊંચાઈ ધરાવતી ઈકરા રસૂલ જમ્મુ-કશ્મીરની U-19 અને U-23 ટીમમાંથી રમી ચૂકી છે. પરંતુ તેના પડોશીઓ અને સમાજને આ વાત પસંદ પડતી ન હતી. તેના પિતા પર હંમેશાં શહેર છોડવાનું દબાણ કરવામાં આવતું હતું. ઈકરાને ભારત તરફથી રમવાની ઈચ્છા હોવાથી તેણે જમ્મુ-કશ્મીર ક્રિકેટ એસોસિએશન પાસેથી અન્ય રાજ્યોમાંથી રમવાની પરવાનગી માંગી હતી. J&K ક્રિકેટ એસોસિએશન પાસેથી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) મળતાં જ તે પશ્ચિમ બંગાળની આદિત્ય સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સાથે જોડાઈ હતી.

તેણે ઝૂલન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોતાના ટ્રાયલ્સ આપ્યા હતા અને હાલ તે ઈડન ગાર્ડન્સ પર ભારતીય ટીમમાં સામેલ થવાની તૈયારીઓ કરી રહી છે. તેના કોચનું માનવું છે કે જો ઈકરાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp