આશિષ નેહરાએ બનાવી પોતાની વર્લ્ડ કપ 2019 પ્લેઇંગ XI, કોહલી નહિ આને બનાવ્યો કેપ્ટન

PC: thequint.com

ICC વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. આજે વર્લ્ડ કપની ફાઇનલ રમાઇ રહી છે અને થોડા જ દિવસોમાં પૂર્વ ક્રિકેટરો પોતાની બેસ્ટ પ્લેઇંગ XIની જાહેરાત કરવાનું શરૂ કરી દેશે. પરંતુ ભારતના પૂર્વ સ્ટાર ખેલાડી આશિષ નેહરાએ તો આજે વર્લ્ડ કપ માટે પોતાની પ્લેઇંગ XIની જાહેરાત કરી દીધી છે.

ચોકાવનારી વાત એ છે કે, આશિષ નેહરાએ જે પ્લેઇંગ XI બનાવી છે, તેમાં તેણે વિરાટ કોહલીને કેપ્ટન નથી બનાવ્યો. આશિષ નેહરા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવ્યો છે.

આશિષ નેહરાએ પોતાની ટીમમાં ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેને અને કેપ્ટન કેન વિલિયમસનને પણ સ્થાન આપ્યું છે. આ સિવાય નેહરાએ પાંચ ભારતીય ખેલાડીઓને જગ્યા આપી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 2-2 ખેલાડીને જગ્યા આપી છે.

આશિષ નેહરાની વર્લ્ડ કપની પ્લેઇંગ XI ટીમ પ્રમાણે છે.

રોહિત શર્મા

ડેવિડ વોર્નર

વિરાટ કોહલી

કેન વિલિયમસન

શાકિબ અલ હસન

મહેન્દ્ર સિંહ ધોની(વિકેટકીપર-કેપ્ટન)

બેન સ્ટોક્સ

યઝુવેન્દ્ર ચહલ

જોફ્રા આર્ચર

મિશેલ સ્ટાર્ક

જસપ્રીત બૂમરાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp