ભારત-પાકની મેચ માટે ખરાબ સમાચાર, વરસાદ પડે તો કોને ફાયદો?

PC: twitter.com/cricketworldcup

રવિવારે થનારી ભારત પાકિસ્તાનની મેચ પર બધાની નજર છે. ભારતે પાકિસ્તાનમાં ઘુસીને તેને સર્જિકલ સ્ટ્રાઇકથી બરાબરનો મેથીપાક આપ્યો ત્યાર પછી આ પહેલી મેચ છે એટલે ભારતના ખેલાડીઓ પણ ભારે દબાણમાં હશે અને પાકિસ્તાનના ખેલાડીઓની તો હાલત સૌથી વધુ ખરાબ હશે. પરંતુ આ મેચને લઇને સૌથી મોટી મુશ્કેલી ઇંગ્લેન્ડનું વાતાવરણ છે. 13 જૂનના દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પર વરસાદે પાણી ફેરવી દીધું હતું. બન્ને ટીમોને એક-એક અંક મળ્યો હતો. વરસાદે હાલ સુધીમાં ચાર મેચો પણ પાણી ફેરવી દીધું છે. હવે રવિવારની મેચની વાત કરીએ તો તે દિવસે પણ હવામાન કંઇ સારૂ નથી. એક્યુવેધર નામની વેબસાઇટ હવામાનની આગાહી કરવા માટે દુનિયભરમાં જાણીતી છે. આ મેચ મેનચેસ્ટરમાં છે. એક્યુવેધરે આગાહી કરી છે કે ભારત-પાકિસ્તાન મેચના દિવસે આખો દિવસ વાદળો છવાયેલા રહેશે અને વરસાદ પણ પડી શકે છે. 

ત્યાંના સમય મુજબ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. બપોરે 12 વાગ્યે વરસાદની શક્યતા છે. જો વરસાદ પડે તો ઓવર્સ ઓછા થશે. મેચ રદ પણ થઇ શકે છે. જો આવું થાય તો ભારત માટે તો ફાયદો છે પરંતુ પાકિસ્તાનને ફટકો પડશે. પાકિસ્તાને વિશ્વ કપમાં હાલ સુધી 4 મેચ રમ્યા છે અને 1માં જ જીત મેળવી છે. પાકિસ્તાન હાલ પોઇન્ટ ટેબલમાં આઠમાં ક્રમે છે. જો આ મેચ રદ થાય તો પાકિસ્તાન સેમીફાઇનલ સુધી પહોંચવાની શક્યતા ઘટી જશે. ભારતને એટલું નુક્સાન થશે કે મેચ રમ્યા વગર માત્ર 1 જ અંક મળશે. અગાઉ પણ મેચ રદ થતા એક જ અંક મળ્યો હતો. એટલે 2 અંક વરસાદ ધોઇ નાંખશે. 

જોકે, બીજી રીતે જોઇએ તો ભારતને નુક્સાન પણ છે. કારણ કે આપણે ક્યારેય ન ઇચ્છીએ કે પાકિસ્તાન મફતમાં 1 અંક લઇ જાય. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ સુધી 6 મેચ થયા છે અને તમામે તમામ મેચ ભારત જીત્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp