26th January selfie contest

20000થી વધુ રન બનાવનાર આ ક્રિકેટરે રોહિત શર્માને કેપ્ટન બનાવવાની માગ કરી

PC: apnarm.net.au

વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર બાદ વિરાટ કોહલીની કપ્તાનશિપ સવાલો ઉઠવાનું શરૂ થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ કહ્યું હતું કે, વિરાટ કોહલીની જગ્યાએ હવે રોહિત શર્માને કેપ્ટન બનાવવો જોઇએ. આ ચર્ચામાં હવે ભારતીય ટીમનો પૂર્વ ક્રિકેટર પણ જોડાઈ ગયો છે. આ ક્રિકેટરનું નામ છે વસીમ જાફર, જેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 19147 રન, ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચમાં 1944 રન, લિસ્ટ એ ક્રિકેટમાં 4745 રન બનાવ્યા છે.

પોતાના કરિયરમાં 20000થી વધુ રન બનાવનાર અને ભારત માટે 31 ટેસ્ટ મેચ રમનારા વસીમ જાફરનું માનવું છે કે, હવે રોહિત શર્માને વન-ડે અને T20 ટીમની કેપ્ટનશિપ સોપવામાં આવવી જોઇએ. વસીમ જાફરે શનિવારના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ યોગ્ય સમય છે, જ્યારે રોહિત શર્માને હવે વન-ડે અને T20 ક્રિકેટ ટીમની કપ્તાની સોંપવી જોઇએ.

Image result for Wasim Jaffer

વસીમ જાફરે આગળ લખ્યું હતું કે, હું ઇચ્છું છું કે, રોહિત 2023ના વર્લ્ડ કપમાં ભારતની કપ્તાની કરે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ICCની કોઇ મોટી ટુર્નામેન્ટ હજુ સુધી જીતી નથી શક્યો. આ સિવાય કોહલી IPLમા પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ એકપણ વાર કેપ્ટન તરીકે ચેમ્પિયન નથી બનાવી શક્યો. જ્યારે રોહિત શર્માએ પોતાની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને 4 વાર ચેમ્પિયન બનાવી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp