26th January selfie contest

WorldCupFinal: ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને જીતવા માટે આપ્યો આટલા રનનો ટાર્ગેટ

PC: twitter.com/cricketworldcup

આજે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાઈ રહ્યો છે, ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 241 બનાવ્યા હતા. હવે ઇંગ્લેન્ડને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીતવા માટે 242 રનની જરૂર છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ધીમી પણ સારી રહી હતી. ન્યૂઝીલેન્ડની ટીમની 103 રને બીજી વિકેટ પડી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગપ્તિલ અને નિકોલસ ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ ગપ્તીલ 19 રને જ વોક્સનો શિકાર બની ગયો હતો. ત્યારબાદ નિકોલસ અને કેન વિલિયનસને બાજી સંભાળી હતી, પરંતુ વિલિયમસન પણ 30 રને આઉટ થઇ ગયો હતો.

ત્યાર બાદ રોસ ટેલર બેટિંગ કરવા આવ્યો હતો તે પણ 31 બોલમાં 15 રન જ બનાવી શક્યો હતો. પરંતુ ત્યાર બાદ આવેલા લેથમે બાજી સંભાળી લીધી હતી. તેણે 56 બોલમાં 47 રન બનાવ્યા હતા.  પરંતુ ત્યાર બાદ તે વોક્સને પોતાની વિકેટ આપી ચૂક્યો હતો. નિકોલસે 77 બોલમાં 4 ફોરની મદદથી 55 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડ તરફથી પ્લન્કેટે સારી બોલિંગ કરી હતી. તેણે 10 ઓવર્સમાં 42 રન આપીને 3 વિકેટ્સ લીધી હતી. આદિલ રશિદે પણ 8 ઓવરમાં 39 રન આપ્યા હતા, પરંતુ તે વિકેટ નહોતો લઇ શક્યો. ક્રિસ વોક્સ આ મેચમાં સ્ટાર ખેલાડી રહ્યો હતો, જેણે 9 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ્સ લીધી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp