માતાના આશિર્વાદ લઇને ઇંગ્લેન્ડ જવા રવાના થયો રિષભ પંત

PC: cricketnmore.com

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારનાર શિખર ધવનના ઇન્જર્ડ થયા બાદ તેના બેકઅપ તરીકે BCCIએ રિષભ પંતને ઇંગ્લેન્ડ મોકલ્યો છે. રિષભ પંત 14 જૂનના રોજ રાત્રે 2 વાગે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યો હતો. રિષભ પંતને મૂકવા માટે તેની માતા આવ્યા હતા અને તેમના આશિર્વાદ લઇને તે ઇંગ્લેન્ડ જવા રવાના થયો હતો.

હજુ એ ખબર નથી કે પંતને વર્લ્ડ કપ દરમિયાન રમવાની તક મળશે કે નહીં, પરંતુ તેના ઇંગ્લેન્ડ જવાથી તેના ફેન્સ ખૂબ ખુશ છે અને સોશિયલ મીડિયા પર પણ રિષભ પંતના ફેન્સ ખુશી વ્યક્ત કરતી પોસ્ટ કરી રહ્યા છે.

ઇંગ્લેન્ડમાં રિષભ પંતની ઇન્ડિયન ડ્રેસિંગ રૂમમાં આ કારણે નો એન્ટ્રી

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં શિખર ધવન ઇન્જર્ડ થતા તેના બેકઅપ તરીકે ભારતથી તાત્કાલીક રિષભ પંતને ઇંગ્લેન્ડ બોલાવી લેવામાં આવ્યો છે. શિખર ધવનના અંગૂઠામાં ઇજા થતા તે 10-15 દિવસ મેચ નહીં રમી શકે તેવો રિપોર્ટ છે, ત્યારે તેની જગ્યાએ રિષભ પંતને બેકઅપ માટે બોલાવવામાં આવ્યો છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, શિખર ધવન જ્યા સુધી વર્લ્ડ કપમાંથી સંપૂર્ણ રીતે બહાર ન થઇ જાય ત્યાં સુધી રિષભ પંતને ઇન્ડિયન ડ્રેસિંગ રૂમમાં જવાની તક નહીં મળે.

વર્લ્ડ કપ માટે ચૂંટાયેલી ટીમ ઇન્ડિયામાં પંતને જગ્યા ન મળવા પર ક્રિકેટ જગત બે વર્ગોમાં વહેંચાઇ ગયું હતું. એક વર્ગનું કહેવું હતું પંતને ટીમમાં રાખવો જોઇ તો અને જ્યારે ઘણા લોકોનું કહેવું હતું કે, રિષભ પંતને હજુ અનુભવની જરૂરિયાત છે.

BCCIના સૂત્રોનું કહેવું છે કે, 2015 વર્લ્ડ કપમાં ધવલ કુલકર્ણીની જેમ રિષભ પંત ઓફિશિયલ રીતે ટીમનો હિસ્સો નહીં હોય અને મેચના દિવસે તેને ડ્રેસિંગ રૂમમાં જવાની મોકો નહીં મળે. તે માન્ચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા પહોંચશે. તે ટીમનો હિસ્સો નહીં હોય એટલા માટે તે ખલીલ અહમદ સાથે અલગથી પ્રવાસ કરશે. મેચના દિવસે તેને ડ્રેસિંગ રૂમમાં પણ આવવાની તર નહીં મળે, કારણ કે ICCના ભ્રષ્ટાચાર રોધી નિયમો અનુસાર ફક્ત વર્લ્ડ કપ માટે પસંદ થયેલી ટીમના ખેલાડીઓને જ ડ્રેસિંગમાં પ્રવેશ મળે છે.

એટલે કે જ્યા સુધી શિખર ધવન સત્તાવાર રીતે વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય ત્યાં સુધી તેને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ મળશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp