26th January selfie contest

રોહિત શર્મા દીકરી-પત્ની સાથે આવ્યો મુંબઈ, કોહલી-અનુષ્કા હજુ ઇંગ્લેન્ડમાં

PC: instagram.com/viralbhayani/

ICC વર્લ્ડ કપમાં ભારતની સેમિફાઇનલમાં હાર બાદ બધા ખેલાડીઓ પોતપોતાની રીતે અલગ અલગ ફરી રહ્યા છે. ઘણા ભારત પાછા આવી ગયા છે, તો ઘણા ખેલાડીઓ હજુ ઇંગ્લેન્ડમાં જ છે. ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હાર બાદ ભારતીય ટીમનું વર્લ્ડ કપનું સપનું તૂટી ગયું હતું અને હાર બાદ રોહિત શર્મા ખૂબ જ નિરાશ જણાતો હતો.

Image may contain: 3 people, people smiling, people standing and shoes

ત્યારે હવે રોહિત શર્મા પોતાની પત્ની રિતિકા સજદેહ અને દીકરી સમાયરા સાથે મુંબઈ પરત ફર્યો છે. મુંબઈ એરપોર્ટ પર રોહિત અને તેની પત્ની-દીકરી ગઇકાલે રાત્રે આવ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 
 
 
View this post on Instagram

#rohitsharma takes the drivers seat as he heads back home #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ સિવાય વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હજુ ઇંગ્લેન્ડમાં જ છે. આજે તે બંનેનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તેઓ ઇંગ્લેન્ડમાં જોવા મળ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp