26th January selfie contest

શું હાર બાદ ટીમ ઇન્ડિયામાં ભાગલા પડ્યા? કોહલી-રોહિત ગ્રુપમાં વહેચાયા ખેલાડી!

PC: cricket.com.au

વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હાર બાદ ટીમ ઇન્ડિયામાં હવે ફૂટ પડી રહી હોય તેવો રિપોર્ટ સામે આવી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે. ખેલાડીઓ એકબીજા પર હારનો દોષ નાખી રહ્યા છે. અમુક ખેલાડીઓ હાર માટે કોચને જવાબદાર ગણી રહ્યા છે તો અમુક ખેલાડીઓ વિરાટ કોહલીની કપ્તાનીથી ખુશ નથી.

દૈનિક જાગરણના રિપોર્ટ મુજબ ખેલાડીઓ એ વાતથી નારાજ છે કે, કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી એકલા જ નિર્ણયો લે છે. તેઓ ક્યારે ટીમના કોઇપણ ખેલાડીઓની સલાહ નથી અને તેમની સાથે વાત નથી કરતા. ન્યૂઝપેપરે દાવો કર્યો છે કે, ડરને કારણે રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીનો કોઇ વિરોધ નથી કરતું.

અમુક ખેલાડીઓનું માનવું છે કે, ભારતીય ટીમ વર્લ્ડ કપથી બહાર થઇ તેનું સૌથી મોટું કારણ શાસ્ત્રી અને વિરાટ કોહલીને એકતરફી વિચારધારા છે જે તેઓ ટીમ પર થોપે છે.

રિપોર્ટ મુજબ હાલમાં ટીમ ઈન્ડિયા બે ગ્રુપમાં વહેંચાઇ ગઈ છે. એક ગ્રુપ વાઇસ કેપ્ટન રોહિત શર્માની સાથે છે તો એક ગ્રુપ વિરાટ કોહલીના સમર્થનમાં છે. જે ખેલાડીઓને વિરાટ કોહલી પસંદ કરે છે, તેમની ટીમમાં જગ્યા પાક્કી થાય છે. જે ખેલાડીઓ રોહિત સાથે છે તેમને ટીમમાં જગ્યા મળશે કે નહીં તેની કોઇ ગેરન્ટી નથી.

રોહિત શર્મા અને બૂમરાહને પ્રદર્શનના આધારે બહાર નથી કરી શકાતા પરંતુ તે સિવાયના ખેલાડીઓમાં વિરાટ કોહલીના ગ્રુપને ટીમમાં સ્થાન આપવામાં આવે છે, તેવો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આવો જ એક ખેલાડી છે કે.એલ.રાહુલ. રાહુલનું ગમે તેવું પ્રદર્શન હોય તે ટીમમાં રહે જ છે. તેને ત્યાં સુધી કોહલી ચાન્સ આપે છે જ્યાં સુધી તે વાપસી ન કરી લે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp