પાકિસ્તાનમાં 13 ટ્રાન્સજેન્ડર લડશે ચૂંટણી

PC: northeasttoday.in

પાકિસ્તાનમાં 25 જુલાઈના થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં બધી સીટો પર ટ્રાન્સજેન્ડર સમુદાયના 13 સભ્યો ચૂંટણી લડશે. અખિલ પાકિસ્તાન ટ્રાન્સજેન્ડર ચૂંટણી નેટવર્કે બુધાવરે આ અંગેની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટ્રાન્સજેન્ડર નેતાઓમાં નાયબ અલી અને લુબ્ના લાલ, પાકિસ્તાન તહરીફ-એ-ઈન્સાફ ગુલલાઈ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે બાકીના 11 ઉમેદવારો સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ લેશે.

તેમણે કહ્યું હતું કે ઓછામાં ઓછા બે ટ્રાન્સજેન્ડરમાંથી એક પેશાવરમાં અને એક-એક હરિપુરમાં પોતાનું નામાંકન પત્ર ભરી શક્યા નહતા કારણ કે ચૂંટણી લડવા માટે ઊભા રહેવાની ખબર પડતા તેમને ખરાબ રીતે મારવામાં અને ટોર્ચર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે 2009માં પાકિસ્તાનમાં કાનૂની રીતે થર્ડ જેન્ડરને અલગ ઓળખ આપનારા દુનિયાના દેશોમાંનો એક દેશ બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp