આ દેશમાં 75000માંથી 50000 મસ્જિદો થઈ ગઈ બંધ, મૌલાનાએ વ્યક્ત કરી ચિંતા

PC: mahcard.com

હાલમાં જ ઈરાનમાં થયેલા મહિલાઓના આંદોલને સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યુ. એક મૌલાનાએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, દેશની 75 હજારમાંથી 50 હજાર મસ્જિદો બંધ થઈ ચુકી છે. તેમણે કહ્યું કે, મોરક્કોમાં વધુ લોકોના મસ્જિદમાં ના જવાના કારણે 50 હજાર મસ્જિદો બંધ હોવા છતા 172 નવી મસ્જિદો બનાવવામાં આવી, ઈરાનમાં મસ્જિદો બંધ કરવામાં આવી રહી છે. ઈરાનમાં હાલમાં જ હિજાબ અને બુરકા વિરુદ્ધ લાખો મહિલાઓ રસ્તા પર ઉતરી. હવે મૌલાના મોહમ્મદ અબોલઘાસીમ દૌલાબીએ દેશમાં મસ્જિદોના બંધ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. આ બધુ ત્યાં થઈ રહ્યું છે, જ્યાં ઈરાન એક ઇસ્લામિક દેશ છે.

જે મૌલાનાએ આ જાણકારી આપી છે, તે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીની સરકાર અને દેશના મૌલાનાઓ વચ્ચે સેતુનું કામ કરે છે. તેમણે ગુરુવાર (1 જૂન, 2023) ના રોજ કહ્યું હતું કે, નમાજીઓની સંખ્યા પણ ઓછી થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે, આ દેશનું નિર્માણ ઇસ્લામની આસપાસ થયુ છે, એવામાં તેના માટે નમાજ પઢનારાઓ અને મસ્જિદોની સભ્યતા લેનારાઓની સંખ્યા ઓછી થવી ખૂબ જ મોટો ચિંતાનો વિષય હોવો જોઈએ.

દૌલાબી વિશેષજ્ઞોની એક સમિતિના પણ સભ્ય છે. આ એ જ સમિતિ છે, જે ઈરાનના સુપ્રીમ લીડરની પસંદગી કરે છે. તેમણે કહ્યું કે, ઈરાનના સમાજમાં મજહબ પ્રત્યે ઓછી થતી રૂચિના કારણે મસ્જિદ બંધ થઈ રહી છે. તેમણે મજહબી શિક્ષાઓને લઇને ફેલાયેલા મિથકની સાથોસાથ લોકોને સમૃદ્ધિથી વંચિત કરીને મજહબના નામ પર ગરીબ બનાવવાને લઇને તેમને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, મજહબના નામ પર લોકોને અપમાનિત પણ કરવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકોના મનમાં એ ભાવના બેસી ગઈ છે કે, ઈરાનની સત્તા ક્રૂર છે અને તેની તાનાશાહીનો આધાર ઇસ્લામ જ છે. તેમણે સપ્ટેમ્બર 2022 બાદ આખા દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનોને પણ તેનું જ પરિણામ ગણાવ્યુ છે. ઈરાનની લગભગ 60% મસ્જિદો બંધ થઈ ચુકી છે કારણ કે, નમાજી આવી જ નથી રહ્યા. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ મજહબના પરિણામની ચર્ચા થાય છે, તો લોકો તે જ આધાર પર તેને છોડવા અથવા તેમા જવાનો નિર્ણય લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp