એડલ્ટ ફિલ્મ માટે અબજપતિ 7 કરોડ આપી રહ્યો હતો, મોડલે આપ્યો આ જવાબ

PC: infobae.com

એક મોડલે ખુલાસો કર્યો છે કે, તેણે એક અબજપતિએ એડલ્ટ ફિલ્મમાં કામ કરવા માટે કરોડોની ઓફર આપી હતી, પણ મોડલે આ ઓફરને ફગાવી દીધી. મોડલનું નામ રોમિના ગચોય છે, તે મૂળ રૂપથી ઉરૂગ્વેની રહેવાસી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ 50 હજારથી વધુ લોકો ફોલો કરે છે. અહીં તે પોતાના ગ્લેમરસ ફોટો અપલોડ કરે છે, તે ટીવી હોસ્ટ પણ છે.

મોડલે પોતાના જીવન વિશે એક ટીવી પ્રોગ્રામમાં જણાવ્યું કે, તેણે ક્યારેય પણ એડલ્ટ કન્ટેન્ટ પોસ્ટ નથી કર્યું. તે માત્ર ગ્લેમરસ કન્ટેન્ટ પોસ્ટ કરે છે. રોમિનાએ કહ્યું કે, એક વ્યક્તિએ તેણે કરોડો રૂપિયાની ઓફર આપી હતી. તેણે મોડલને કહ્યું હતું કે, યૂરોપમાં જુદી-જુદી જગ્યાઓ પર જઈને તે લોકો શૂટિંગ કરશે અને તેને માત્ર યુરોપમાં જ વેચવામાં આવશે. મોડલે દાવો કર્યો કે, તેણે અંદાજે 7.7 કરોડની ઓફર આપવામાં આવી હતી.

રોમિનાએ આગળ કહ્યું કે, તે લોકો ખૂબ જ વધારે પૈસા ઓફર કરી રહ્યા હતા, પણ આના કારણે મારા જીવનમાં થનારા ફેરફારો માટે હું તૈયાર ન હતી. આના પહેલા રોમિનાને એક ફેને કતાર જઈને મેચ જોવાની ઓફર આપી હતી. આ ટ્રીપનો પૂરો ખર્ચો તેનો ફેન કરવાનો હતો. મોડલે કહ્યું કે, તે લોકો મને કંઈકને કંઈક ઓફર કરતા રહે છે, તે લોકોએ મને ઘણા બધા પૈસા ઓફર કર્યા હતા.

રોમિનાએ એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી છે કે, તે એક વેબસાઈટ પર કન્ટેન્ટ પોસ્ટ કરે છે, જેને જોવા માટે લોકો પૈસા આપે છે. રોમિનાએ પહેલા જણાવ્યું હતું કે, મહિનામાં અંદાજે તે 5 લાખ રૂપિયાની કમાણી કરે છે. 

જિન પોલ સાન્તા મારિયાની પાર્ટનર રોમિના ગચોય OnlyFans માં પોતાના કામના નવા સ્ત્રોતને જોઈ રહ્યા છે, જ્યાંથી તે એક મહિનામાં હજારો ડોલરની કમાણી કરી શકે છે. આ પ્લેટફોર્મમાં હજારો ઉપયોગકર્તા છે, જેમના પાસથી તેમના ફેવરેટ ફોટો અને વીડિયો જોવા માટે ફી લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp