આ દેશમાં દર સપ્તાહે કોરોનાનો એક નવો સ્ટ્રેન આવી રહ્યો છે

PC: navbharattimes.indiatimes.com

બ્રાઝીલના ઉચ્ચ આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાનની જેમ બ્રાઝીલ પણ જૈવિક ફુકુશિમા જેવી દુર્ઘટનાનો સામનો કરી રહ્યું છે. બ્રાઝીલમાં દર સપ્તાહે કોરોના વાયરસનો એક નવો જ સ્ટ્રેન સામે આવી રહ્યો છે. બ્રાઝીલમાં મંગળવારે મોતના આંકડાનો પણ રેકર્ડ તુટી ગયો છે. એક જ દિવસમાં 4195 લોકોના મોત થયા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જુલાઇ સુધીમાં બ્રાઝીલમાં 6 લાખ લોકોના મોત થશે.

બ્રાઝીલના પૂર્વોતર વિસ્તારમાં કોરોના વાયરસ સામે લડી રહેલી ટીમનું ફેબ્રુઆરી મહિના સુધી નેતૃત્વ કરનાર મિગુઅલ નિકોલેસિસે કહ્યું કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારા બ્રાઝીલના ઇતિહાસની સૌથી મોટી માનવીય દુર્ઘટના સામે ઝઝુમી રહ્યા છે. તેમણે બીબીસીને કહ્યું કે આ એક પરમાણુ રિએકટરની જેમ છે. જેમાં ચેઇન રિએકશન શરૂ થયું છે અને આ અંકુશની બહાર છે. આ જૈવિક ફૂકૂશ્માની દુર્ઘટના જેવું છે.
 મિગુઅલનો ઇશારો વર્શ 2011માં ભીષણ સુનામી પછી જાપાની પરમાણુ રિએકટરમાં થયેલી દુર્ઘટના તરફ હતો. તેમણે કહ્યું કે મને લાગે છે કે માત્ર બ્રાઝીલ આ મહામારીનું દુનિયાભરનું કેન્દ્ર નથી, આ પૂરી પૃથ્વી પર મહામારીને  નિયંત્રિત કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસ સામે ખતરો છે. જો બ્રાઝીલમાં કોરોના વાયરસ પર કાબુ મેળવવામાં નહીં આવે તો પૂરી ધરતી પર તેને નિયંત્રણ કરી શકાશે નહીં.

આરોગ્ય નિષ્ણાત મિગુઅલે કહ્યું કે આપણે બ્રાઝીલમાં દરેક સપ્તાહમાં એક નવા સ્ટ્રેનને જોઇ રહ્યા છે. જેમાંથી કેટલાંક સ્ટ્રેન પહેલાંથી વધારે સંક્રમક અને વધારે ઘાતક છે. એમાંથી કેટલાંક સ્ટ્રેન સીમા પાર કરીને લેટીન અમેરિકાના અન્ય દેશોથી લઇને પૂરી દુનિયામાં ફેલાઇ શકે છે. દુનિયામાં કોવિડ-19ના કેસોની સંખ્યા 13.22 કરોડ થઇ ગઇ છે. દુનિયામાં કોરોનાને કારણે કુલ28.7 લાખ લોકોની મોત થઇ છે.

દુનિયામાં કોરોના વાયરસ મહામારીનો સૌથી વધારે પ્રકોપ અમેરિકામાં છે અમેરિકામાં અત્યાર સુધીમાં  3 કરોડ 84 લાખ 5 હજાર 915 કેસ છે અને 5 લાખ 56 હજાર 509 લોકોના મોત  થઇ ચૂક્યા છે. જયારે 1 કરોડ 31 લાખ 580 કેસ સાથે બ્રાઝીલ બીજા નંબર પર છે. ભારતમાં 1 કરોડ 26 લાખ 86 હજાર 409 કેસ છે, ફ્રાંસમાં 49 લાખ 2 હજાર પચ્ચીસ, રશિયા 45 લાખ 46 હજાર 307, યૂકે 43 લાખ 79 હજાર 33, ઇટલી 35 લાખ 86 હજાર 707, તૂર્કી 35 લાખ 79 હજાર 185, સ્પેન 33 લાખ 17 હજાર 948 કોરોનાના કેસ નોંધાયા છે.


 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp