7.1 તિવ્રતાના ભૂકંપથી નેપાળ-તિબેટમાં તબાહી મચી, 50થી વધુ નિધન, જુઓ વીડિયો-ફોટો
7 જાન્યુઆરીની સવાર, જ્યારે ઘણા લોકો ઊંઘમાંથી જાગ્યા પણ ન હતા, ત્યારે મંગળવારે સવારે નેપાળ અને તિબેટની સરહદ નજીક આવેલા ભયાનક ભૂકંપે દરેકની ઊંઘ અને જીવન બંને બગાડી નાખ્યા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી, જેના કારણે તિબેટની જમીન ડોલવા લાગી હતી. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બિહાર, UP, દિલ્હી NCR, બંગાળ સહિત ભારતના ઘણા રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. જ્યારે, આ ભૂકંપના કારણે ચીન પ્રશાસિત તિબેટમાં તબાહીની તસવીરો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તિબેટમાં ભૂકંપને કારણે થયેલી તબાહીના દિલ હલાવી નાખનારા દૃશ્ય જુઓ.
ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝે શહેરમાં મંગળવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
Un puissant séisme survenu mardi dans la région himalayenne du Tibet, dans le sud-ouest de la Chine, a fait au moins 53 morts, une soixantaine de blessés, et provoqué l’effondrement de «nombreux bâtiments». pic.twitter.com/u6fZdqxd66
— Le Figaro (@Le_Figaro) January 7, 2025
પ્રાદેશિક આપત્તિ રાહત મુખ્યાલય અનુસાર, મંગળવારે (ચીન સમય મુજબ) સવારે 9:05 વાગ્યે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝે શહેરની ડિંગરી કાઉન્ટીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. 'સિન્હુઆ' અનુસાર, ચાઈના ભૂકંપ નેટવર્ક સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું. US જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપ સવારે 6.35 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર તિબેટ ક્ષેત્રમાં હતું, જે નેપાળના લોબુચેથી લગભગ 93 Km ઉત્તર-પૂર્વમાં હતું.
Another Video A 7.1 magnitude #earthquake strikes in China's remote area in #Tibet region near #Nepal, death toll rises to at least 95 and 130 injured so far. pic.twitter.com/DAbujWwUfL
— Siraj Noorani (@sirajnoorani) January 7, 2025
ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું, જેના કારણે બિહાર અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ખુમ્બુ ગ્લેશિયરની નજીક સ્થિત લોબુચે, કાઠમંડુથી લગભગ 150 કિલોમીટર પૂર્વમાં અને એવરેસ્ટ બેઝ કેમ્પની નજીક સ્થિત છે.
ચીનના રાજ્ય પ્રસારણકર્તા CCTV અનુસાર, ચીનની ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ 6.8ની તીવ્રતા સાથે ભૂકંપ રેકોર્ડ કર્યો, તેનું કેન્દ્રબિંદુ લગભગ 4,200 મીટર (13,800 ફીટ)ની ઉંચાઈ પર હતું.
મીડિયા સૂત્રોની એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપની સૌથી વધુ અસર તિબેટના શિગાત્સે શહેર પર થઈ છે. અહીં ભૂકંપના કારણે ઘણી મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થયું છે. ચીનની સરકારી સમાચાર એજન્સીએ માહિતી આપી હતી કે, શિજાંગ સ્વાયત્ત ક્ષેત્રની ડીંગરી કાઉન્ટીમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
At least 40 feared killed after a powerful 6.8 magnitude earthquake in #TingriCounty of #ShigatseCity in #Tibet. The quake jolted Dingri County in the city of Xigaze in Tibet Autonomous Region in #China at 9:05 am Tuesday (#Beijing Time), #earthquake #TibetEarthquake pic.twitter.com/Pb6Y6jcwaL
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) January 7, 2025
7 જાન્યુઆરીએ તિબેટ પ્રદેશમાં શક્તિશાળી ભૂકંપ આવ્યા પછી 'ઘણી ઇમારતો' ધરાશાયી થઈ હતી. ચીનના રાજ્ય પ્રસારણકર્તા CCTV દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વિડિયોમાં ભૂકંપ પછી ખંડેરમાં પરિવર્તિત થયેલા ઘરો, તૂટેલી દિવાલો અને વિખરાયેલો કાટમાળ બતાવવામાં આવ્યો છે.
2008માં ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં લગભગ 70,000 લોકો માર્યા ગયા હતા. જ્યારે 2015માં, નેપાળમાં કાઠમંડુ નજીક 7.8 તીવ્રતાનો સૌથી ખરાબ ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp