માતા-પિતાના સવા કરોડ રૂપિયા ચોરીને ભાગી હતી છોકરી, માતા-પિતાએ તો પણ કરી દીધી માફ

PC: aajtak.in

સંત પુનિત મહારાજની એક કવિતાની સુંદર પંક્તિ યાદ આવે છે ‘ભૂલો ભલે બીજું બધુ, મા-બાપાને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં’ આ કવિતામાં મા-બાપનો મહિમા વર્ણાવવામાં આવ્યો છે. માતા-પિતા આપણો જિંદગીમાં સહારો બની રહે છે. આપણે ભલે ગમે તેવી ભૂલો કરતાં હોઈએ પરંતુ, માતા-પિતા આપણી એ ભૂલો માફ કરી દેતા હોય છે. એક એવી જ ઘટના બની હતી બ્રિટનમાં. ત્યાં એક મહિલાએ પોતાના માતા-પિતા યુરોપ ટુૂર પર ગયા ત્યારે સવા કરોડ રૂપિયા ચોરી લીધા હતા, એ  પૈસા તેમની લાઈફ સેવિંગ હતી, છતાં પણ તેમણે પોતાની દીકરીને માફ કરી દીધી છે.  

બ્રિટનમાં એક મહિલાએ પોતાના માતા-પિતાનાના સવા કરોડ રૂપિયાની લાઈફ સેવિંગ્સ રકમ ચોરી કરી લીધી હતી, ત્યારબાદ એ મહિલાને 3 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હવે એ કપલનું કહેવું છે કે તેમણે પોતાની દીકરીને માફ કરી દીધી છે. એસેક્સમાં રહેનારી 36 વર્ષીય મહિલા મેલીસા ફોર્ડહેમે પોતાના માતા-પિતાના ક્રેડિટ કાર્ડ્સ અને બેન્ક અકાઉન્ટમાંથી લગભગ સવા કરોડ રૂપિયા ચોરી કરી લીધા હતા. એ દરમિયાન મેલીસાના માતા-પિતા યુરોપની ટ્રીપ માટે ગયા હતા. નવેમ્બર 2017મા મેલીસાને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

જોકે હવે મેલીસાના માતા-પિતાએ કહ્યું છે કે તેમની પુત્રી જેલમાં ગયા બાદ તેનામાં સુધાર આવી ગયો છે અને તેમણે મેલીસાને માફ કરી દીધી છે.

મેલીસાના પિતા ટેરેન્સે કહ્યું હતું કે જેલ ગયા બાદ તેમની દીકરીમાં ઘણો બદલાવ આવી ગયો છે. તે એક માણસના રૂપમાં ઘણી બદલાઈ ચૂકી છે. તેનું સોશિયલ સ્ટેચર વધી ગયું છે, તે આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તે પહેલાથી વધારે ખુશ છે. લંડનમાં એક ટીચિંગ કંપનીમાં કામ કરનારી મેલીસાએ કહ્યું હતું કે, હું માતા-પિતાની આભારી છે કેમકે તેમણે મને માફ કરી દીધી છે. મેલીસાના માતા-પિતાને આ ફ્રોડની બાબતે ત્યારે ખબર પડી જ્યારે તેઓ સ્પેનમાં પોતાના બેન્ક અકાઉન્ટમાંથી પૈસા કાઢવાના પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારબાદ મેલીસા સાથે વાતચીત કરતાં આખી બાબત સમજમાં આવી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp