ABC ચેનલે ડોનાલ્ડ ટ્રમ્પને 127 કરોડ ચૂકવવા પડશે, જાણો શું છે આખો મામલો
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ માનહાનિના કેસમાં ABC ન્યૂઝે તેમને 15 મિલિયન ડૉલર (લગભગ 127.5 કરોડ રૂપિયા) ચૂકવવા પડશે. પૈસા ઉપરાંત, ABC ન્યૂઝે 'અફસોસ' વ્યક્ત કરતું નિવેદન પણ પ્રકાશિત કરવું પડશે. કરારની શરતો હેઠળ, ABC ન્યૂઝ આ નાણાં ટ્રમ્પને માટે 'પ્રેસિડેન્શિયલ ફાઉન્ડેશન' અને મ્યુઝિયમને સમર્પિત એક ફંડમાં દાન કરશે.
રિપબ્લિકન નેતાએ ABC નેટવર્કના ટોચના એન્કર જ્યોર્જ સ્ટેફનોપોલોસ પર ઑન-એર ટિપ્પણીઓ પર કે કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ અગાઉના કેસમાં 'બળાત્કાર માટે જવાબદાર' છે. ચેનલ પરના ન્યૂઝ એન્કરે દાવો કર્યો હતો કે, લેખક E. જીન કેરોલના બળાત્કાર કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત છે. સ્ટેફનોપોલસે માર્ચમાં રિપબ્લિકન સેનેટર નેન્સી મેસની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
ABC ન્યૂઝ અને સ્ટેફનોપોલોસ બંને જાહેરમાં માફી પણ માંગશે, એમ કહીને કે તેઓએ ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પ વિશે આપેલા 'નિવેદનો પર અફસોસ' છે અને બ્રોડકાસ્ટર એટર્ની ફીના અલગથી 1 મિલિયન ડોલરની રકમ પણ ચૂકવશે.
માહિતી અનુસાર, ABC ન્યૂઝ દ્વારા જે પણ રકમ ચૂકવવામાં આવશે, તેનું એક પુસ્તકાલય બનાવવામાં આવશે જે બિન-લાભકારી હશે. ABC ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, તે ખુશ છે કે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. અને હવે પછી આ કેસ બંધ થઈ જશે.
જજ લિસેટ M. રીડે ટ્રમ્પ અને સ્ટેફનોપોલોસ બંનેની જુબાનીઓ રેકોર્ડ કર્યાના એક દિવસ પછી બંને પક્ષોએ સમજૂતી કરી લીધી હતી. લેખિકા એલિઝાબેથ જીન કેરોલ દ્વારા 2023માં દાખલ કરાયેલા કેસમાં ટ્રમ્પ જાતીય હુમલા માટે જવાબદાર હોવાનું જણાયું હતું. જો કે, ન્યુયોર્કના કાયદા હેઠળ, જાતીય હુમલો એ બળાત્કારથી અલગ ગુનો છે.
આ વર્ષની શરૂઆતમાં, એક જ્યુરીએ કેરોલને વધારાના નુકસાનમાં 83.3 મિલિયન ડૉલરનો પુરસ્કાર આપ્યો હતો. આ ગયા વર્ષે જાતીય સતામણી અને બદનક્ષીના ચુકાદામાં અન્ય જ્યુરીએ તેને 5 મિલિયન ડૉલરની નુકસાની આપ્યા પછી આવ્યું છે. ટ્રમ્પે આરોપો પર વિવાદ કર્યો અને નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી. તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવીને રાજકીય વાપસી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp