26th January selfie contest

'મૃત્યુ'ના 3 કલાક બાદ સ્મશાનમાં મહિલા 'જીવિત' થઈ, સૌ ચોંકી ગયા

PC: abc7ny.com

મૃત જાહેર કરાયેલી મહિલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારથી દરેક આ મામલાને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના અમેરિકાના ન્યુયોર્ક શહેરની છે. જ્યાં કેર સેન્ટર દ્વારા 82 વર્ષીય મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી, પરંતુ ત્રણ કલાક બાદ તેણે કબ્રસ્તાનમાં શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું. શનિવારે સવારે લગભગ 11 વાગ્યે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસનું કહેવું છે કે, મહિલાને લગભગ બપોરે 1.30 વાગ્યે અંતિમ સંસ્કાર માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી હતી. અધિકારીઓએ તેનું નામ જાહેર કર્યું નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે તે લગભગ 2 વાગ્યે શ્વાસ લેતી જોવા મળી હતી. આ પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે મહિલાની હાલત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જ્યારે, રાજ્યના એટર્ની જનરલ અને આરોગ્ય વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

આવી જ ઘટના અન્ય સ્થળે પણ જોવા મળી હતી. અહીં પણ એક કેર હોમે વૃદ્ધને મૃત જાહેર કરી હતી, જ્યારે તે જીવતી હતી. આ પછી, કેર હોમ પર 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, આ 66 વર્ષીય મહિલાને 3 જાન્યુઆરીએ મૃત જાહેર કરવામાં આવી હતી. તે આયોવાના અર્બન્ડેલમાં ગ્લેન ઓક્સ અલ્ઝાઈમર સ્પેશિયલ કેર સેન્ટરમાં હતી. અહીં તેની સંભાળ રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ તેને બોડી બેગમાં મુકીને કબ્રસ્તાનમાં પણ લઈ જવામાં આવી હતી. જ્યાં કામદારોએ તેને શ્વાસ લેતા જોઈ અને પછી ઈમરજન્સી નંબર પર ફોન કર્યો. આ પછી, મહિલાને ફરીથી કેર કેન્દ્રમાં લઈ જવામાં આવી. જો કે, 5 જાન્યુઆરીએ તેમનું ફરીથી મૃત્યુ થયું.

આયોવા ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર, 3 જાન્યુઆરીના રોજ મહિલા શ્વાસ લઈ રહી નથી અને તેની પલ્સ પણ કામ કરી રહી નથી, એવા રિપોર્ટ સાથે મહિલા વિષે પ્રથમ વખત નર્સ પ્રેક્ટિશનરને જાણ કરવામાં આવી હતી. નર્સ પ્રેક્ટિશનર પલ્સ શોધવામાં અસમર્થ હતી અને કહ્યું કે મહિલા શ્વાસ લેતી નથી. જો કે, તેણી મૃત્યુ પામી છે તે નક્કી કરતા પહેલા તેણે લગભગ પાંચ મિનિટ સુધી મહિલાનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખ્યું.

નર્સના પ્રથમ રિપોર્ટના 90 મિનિટ પછી મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. એક કલાક પછી, ફ્યુનરલ હોમના કર્મચારી અને નર્સ પ્રેક્ટિશનરે મહિલાની બોડી બેગમાં મૂકી. ત્યાં સુધી તેના શરીરમાં હજુ પણ જીવિત હોવાના કોઈ ચિહ્નો નહોતા. ત્યાર પછી તેને અંતિમ ક્રિયા માટે સ્મશાને લઇ જતાં, ત્યાં કામ કરતાં એક કર્મચારીએ મહિલાની છાતી હલતી જોઈને તેણે 911 પર ફોન કર્યોહતો.

નિરીક્ષણ અને અપીલ વિભાગે શોધી કાઢ્યું હતું કે, મહિલાને મૃત જાહેર કરવામાં આવે તે પહેલાં કેર સેન્ટર 'યોગ્ય સંભાળ અને સેવાઓ સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત દિશા પ્રદાન કરવામાં નિષ્ફળ ગયું હતું.'

ગ્લેન ઓક્સ અલ્ઝાઈમર સ્પેશિયલ કેર સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લિસા ઈસ્ટમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'તેમનું કેન્દ્ર તેના રહેવાસીઓની ખૂબ કાળજી રાખે છે અને જીવનના અંત સુધીની સંભાળને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.'

જો કે, એક વખત 'મૃત્યુને હરાવનાર' મહિલાનું આ પ્રકરણના બે દિવસ પછી 5 જાન્યુઆરીએ મૃત્યુ થયું હતું, જ્યારે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp