પૂર અને બીમારીથી પીડિત પાકિસ્તાનને ફરી જરૂર છે ભારતની, 71 લાખ મચ્છરદાની...

PC: aajtak.in

પૂર અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. કારણ કે, હવે પાકિસ્તાનના લોકો મેલેરિયાના કહેર સામે ઝઝૂમી રહ્યા છે. આલમ એ છે કે લોકો પાસે મચ્છરોથી બચવા માટે મચ્છરદાની પણ નથી. જેના કારણે ફરી એકવાર પાડોશી દેશને ભારતની યાદ આવી છે. વાસ્તવમાં, પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકાર ગુલામ અબ્બાસ શાહે દાવો કર્યો છે કે પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે મેલેરિયાના પ્રકોપથી બચવા માટે ભારતમાંથી 71 લાખ મચ્છરદાની આયાત કરવાની પરવાનગી માંગી છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકારે હેશટેગ FloodsIn Pakistan સાથે ટ્વિટ કરતા લખ્યું કે, પાકિસ્તાનમાં મેલેરિયા ફેલવાથી, આરોગ્ય મંત્રાલયે પાકિસ્તાન સરકાર પાસેથી ભારત માંથી મચ્છરદાની ખરીદવાની પરવાનગી માંગી. પાકિસ્તાનના 26 જિલ્લાઓમાં 71 લાખ મચ્છરદાનીની તાત્કાલિક જરૂરિયાત છે.

તેમણે દાવો કર્યો હતો કે પૂરગ્રસ્ત સિંધ અને બલૂચિસ્તાનમાં છેલ્લા બે મહિનામાં બે લાખ લોકો મેલેરિયાથી સંક્રમિત થયા છે. જેમાં 22 ટકા કેસ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ પ્રકારના છે.

જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પૂર પ્રભાવિત ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં સ્કિન ઈન્ફેક્શન, ડાયેરિયા અને મલેરિયા જેવી બીમારીઓ લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. જેના કારણે 324 લોકોના મોત થયા છે. પૂરના કારણે વિસ્થાપિત થયેલા લાખો લોકો ખુલ્લામાં રહી રહ્યા છે અને સેંકડો કિલોમીટરમાં ફેલાયેલા પૂરના પાણીને ઓછા થવામાં બેથી છ મહિનાનો સમય લાગી શકે છે. તો ઠેર ઠેર પાણી ભરાવાના કારણે ગંભીર બિમારીઓની સમસ્યા ઉભી થઈ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે પૂરના કારણે વિસ્થાપિત પરિવારો ગંદુ પાણી પીવા અને બગડેલું ભોજન ખાવા માટે મજબૂર છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, અધિકારીઓએ ચેતવણી પણ આપી છે કે જો જરૂરી મદદ નહીં મળે તો સ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે. પૂર પીડિત ગુલામ રસૂલે સ્થાનિક જિયો ન્યૂઝ ટીવીને જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે તે અમને બીમાર કરી શકે છે, પરંતુ શું કરીએ, જીવતા રહેવા માટે અમારે તેને પીવું પડશે.

દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ બુધવારે માહિતી આપી હતી કે અચાનક પૂરમાં મૃત્યુ પામેલા 1,569 લોકોમાં રોગચાળાના કારણે મૃત્યુઆંકનો સમાવેશ થતો નથી. જેમાં 555 બાળકો અને 320 મહિલાઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં પૂરથી 220 મિલિયન લોકોમાંથી લગભગ 33 મિલિયન લોકો પ્રભાવિત થયા છે. જેના કારણે લગભગ 30 અબજ અમેરિકી ડોલરનું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp