દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ ભારતમાં 7,000 કરોડનું રોકાણ કરશે

PC: jagranimages.com

ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતમાં SMBને ડિજિટલ બનાવવા માટે 7000 કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસએ એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, કંપની તેની વૈશ્વિક પહોંચ દ્વારા 2025 સુધી 10 અબજ ડૉલરના ‘મેક ઈન ઈન્ડિયા’ ઉત્પાદનોનો નિકાસ કરશે.

તેમણે કહ્યું કે, 21મી સદીમાં ભારત-અમેરિકા ગઠબંધન સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે. આ અઠવાડિયે બેજોસ ભારતની મુલાકાત પર છે. તે શીર્ષ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને SMB ઉદ્યમીઓ સાથે મુલાકાત કરશે.

દુનિયામાં સૌથી અમીરઃ

એમેઝોન સંસ્થાપક જેફ બેજોસની પાસે 11600 કરોડ ડૉલરની સંપત્તિ છે. ગયા વર્ષે માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે સંપત્તિના મામલે જેફ બેજોસને પાછળ છોડી દીધા હતા. જોકે, એમેઝોનના શેરમાં તેજીને કારણે તે જેફ બેજોસ ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

જેફે 16 જુલાઈ 1995માં તેની કંપનીની શરૂઆત કરી હતી. આજે તેની આ કંપની દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાંની એક છે.

તેઓ વૉલ સ્ટ્રીટ ઇન્વૅસ્ટમેન્ટ બૅન્કમાં કામ કરતા હતા અને ત્યાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેમણે સિયેટલમાં પિતાના ગૅરેજમાં એમેઝૉનની શરૂઆત કરી હતી. આ શરૂઆતની તારીખ હતી 5 જુલાઈ 1994.

ન્યૂ જર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કર્યા બાદ આઠ જ વર્ષમાં તેઓ ડીઈ ઍન્ડ શૉ કંપનીના વાઇસ પ્રૅસિડેન્ટ બની ગયા હતા.

તેમણે દુનિયાની સૌથી મોટી નદી એમેઝોનનું નામ એટલા માટે પસંદ કર્યિં કારણ કે તે દુનિયાના સૌથી મોટા ઓનલાઈન બુક સેલર બનવા માગતા હતા. તેમની વેબસાઈટ ઓનલાઈન બુક સ્ટોર તરીકે શરૂ થઈ. પણ ત્યાર બાદ ડીવીડી, સોફ્ટવેર, ઈલેક્ટ્રોનિક્સ, કપડા પણ વેચાવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp