અમેરિકાએ આપી ઇઝરાઇલની રાજધાની તરીકે જેરૂસલેમને માન્યતા

PC: pinimg.com

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઇઝરાઇલની રાજધાની તરીકે જેરૂસલામને માન્યતા જાહેર કરી છે. એ સાથે જ ટ્રમ્પની આ જાહેરાત સામે આરબ દેશોએ પોતાનો વિરોધી સૂર પણ કાઢવા માંડ્યો છે. આ જાહેરાત સાથે જ મધ્યપૂર્વના દેશોમાં એક નવા સંઘર્ષના મંડાણ થાય તો નવાઇ પામવા જેવું નથી.

ટ્રમ્પે વર્ષ 2016માં જ પોતાના ચૂંટણી પ્રચારમાં અમેરિકી દૂતાવાસને જેરૂસલેમમાં શિફ્ટ કરવાનો વાયદો કર્યો હતો. જો કે આ વર્ષે તેમણે એક કરાર પર હસ્તાક્ષર કરતાં તેને શિફ્ટ કરવા પર છ મહિના રોક લાગી ગઈ છે. એ બાદ આજે તેમણે જેરૂસલામને ઇઝરાઇલની રાજધાની જાહેર કરી છે. ટ્રમ્પે આ જાહેરાત કરીને ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે, તેવું સાબિત કરે છે . જો કે ટ્રમ્પ કહે છે કે તેઓ માત્ર પોતાનો ચૂંટણી વાયદો પૂરો કરી રહ્યા છે. જો કે ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ ટ્રમ્પના નિર્ણયથી ખુશ છે.

જો કે મુસલમાન દેશોએ ટ્રમ્પના નિર્ણય બાદ એક સમિતિ બોલાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ અમેરિકાના આ નિર્ણયને પોતાના પર થોપવા દેશે નહીં. ફિલિસ્તીન તરફથી પણ ચેતવણી આપવામાં આવી છે કે, જો જેરૂસલેમની સ્થિતિ બદલાશે તો શાંતિના તમામ પ્રયત્નો પર પૂર્ણવિરામ લાગી જશે અને ફિલિસ્તીનના રસ્તાઓ પર તેનો વિરોધ કરવામાં આવશે. 57 સભ્ય દેશોના ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કૉર્પોરેશનનું કહેવું છે કે, જેરૂસલેમની સ્થિતિ બદલવી તે આરબ અને મુસલમાન દેશોના વિચારો વિરુદ્ધનો નિર્ણય થશે અને તેમાં કંઈપણ ઉગ્ર થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp