ચીનની 644 કિલોમીટર નીચે દબાયેલો છે પ્રશાંત મહાસાગરનો પ્રાચીન અંશ

PC: aajtak.in

આજે જે જગ્યાએ ચીન છે, ત્યાં કરોડો વર્ષ પહેલા પ્રશાંત મહાસાગર હતો. ભૂગર્ભ અને સમુદ્ર વિજ્ઞાનના વૈજ્ઞાનિકોને ચીનની જમીનના 644 કિલોમીટર નીચે પ્રશાંત મહાસાગરનો અંશ મળ્યો છે. તે ચીનની નીચે સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલો છે. પ્રશાંત મહાસાગરનો એ અંશ જે જગ્યા પર ફેલાયેલો છે તેને મેટલ ટ્રાન્સમિશન ઝોન કહે છે. મેટલ ટ્રાન્સમિશન ઝોન એટલે કે ઘરતીનું કેન્દ્ર અને તેના ઉપરની સપાટીની વચ્ચે એક પાતળી અમથી લેયર. પ્રશાંત મહાસાગરનો જે અંશ ચીનની નીચે મળ્યો છે તે આજે ધરતીની ઉપરની સપાટી એટલે કે લિથોસ્ફીયર જેવો જ છે. તેમાં ધરતીના ક્રસ્ટ અને મેટલનું મિશ્રણ છે એટલે ધૂળ-માટી અને મજબૂત પત્થરોનું મિશ્રણ.

લિથોસ્ફીયરનું સ્તર કોઈ ટેક્ટોનિક પ્લેટ્સ પર બન્યું છે, જેના સરકવા કે અથડાવાથી ધરતીના અલગ અલગ ભાગોમાં ભૂકંપ આવે છે. આ પ્રક્રિયાને જિયોલોજિકલ સબડક્શન કહેવામાં આવે છે. એટલે કે ટેક્ટોનિક પ્લેટ્સમાં ખેચાણ, અથડામણ કે પાસે આવવું અને દૂર જવું. એ જિયોલોજિકલ સબડક્શનના કારણે પ્રશાંત મહાસાગરની નીચે પેસિફિક ટેક્ટોનિક પ્લેટ ધીરે ધીરે કરીને નીચે જતી રહી. હાલમાં જ કરવામાં આવેલી સ્ટડીમાં ચીન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આ ઘટના પહેલાથી જ પૃથ્વીની ઊંડાઈમાં થતી આવી છે.

એ પહેલા વૈજ્ઞાનિકોએ લગભગ 200 કિલોમીટરની ઊંડાઈ પર સીમાઓ રેખાંકિત કરનારી લેયર શોધી હતી. હવે પૃથ્વીની સપાટી નીચે 410-660 કિલોમીટર (254-410 માઇલ)ની ઊંડાઈ પર સીમાઓની શોધ કરવાની નવી લેયર રેકોર્ડ કરવામાં આવી છે. તેને જ વૈજ્ઞાનિક પ્રશાંત મહાસાગરનો પ્રાચીન અંશ બતાવી રહ્યા છે.

ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સીઝના જિયોફિઝિસિસ્ટ ક્યુઈ-ફૂ ચેને જણાવ્યું કે પ્રશાંત મહાસાગરના પ્રાચીન લેયર ઉપર થનારા હાઈડ્રો ઇલેક્ટ્રોમેગ્નેટ પરિવર્તનોના કારણે કોઈ પણ ભૂકંપીય પરેશાની નહીં આવે. જ્યારે સબડક્શન ચીન નીચે પ્રશાંત મહાસાગરના અંશની લેયર 25 ડિગ્રી કોણ પર નમેલી છે. આ નમાણના કારણે ટેક્ટોનિક્સ પ્લેટો વચ્ચે સરકવું, ટકરાવ થવાની પૂરી શંક વર્તાઇ રહી છે. તો રાઈસ યુનિવર્સિટીના ભૂકંપ વૈજ્ઞાની ફેંગ્લિન નીયુ કહે છે કે જાપાન આ બાબતે સ્થિર છે કે ત્યાં પ્રશાંત પ્લેટ લગભગ 100 કિલોમીટરની ઊંડાઈમાં પહોંચે છે, જોકે જાપાનની નીચે ટેક્ટોનિક પ્લેટ્સ રિંગ ઓફ ફાયરમાં આવે છે.

રિંગ ઓફ ફાયર પ્રશાંત મહાસાગરનો એ વિસ્તાર છે, જ્યાં પર ટેક્ટોનિક પ્લેટ સરકવાની ગતિવિધિઓ સૌથી વધારે હોય છે. સાથે જ આ વિસ્તારમાં વધારે જ્વાળામુખીય ગતિવિધિઓ જોવા મળે છે. ટેક્ટોનિક પ્લેટોની ગતિવિધિઓના કારણે જાપાન સહિત બધા દેશોમાં ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને સુનામીનું જોખમ હંમેશા બનેલું રહે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp