26th January selfie contest

પાક.માં ભૂખમરાને કારણે મૂંગા પશુઓની હાલત દયનીય, ઝૂનો ફોટો જોઈ ગુસ્સે ભરાયા લોકો

PC: hindi.cdn.zeenews.com

પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ કથળી રહી છે. કરાચીના પ્રાણી સંગ્રહાલયમાં મૂંગા પશુઓની સ્થિતિ ઘણી ખરાબ છે. પૂરતો ખોરાક પણ આપવામાં આવતો નથી. પ્રાણી સંગ્રહાલયના મેનેજમેન્ટ પાસે ફૂડ સપ્લાયર્સને ચૂકવવા માટે પૈસા નથી, જેના કારણે પરિસ્થિતિ સતત વણસી રહી છે. આ અંગે લોકો સોશિયલ મીડિયા પર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનના દેશની પ્રજા ભૂખથી પીડાઈ રહી છે. કરાંચીના એક પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર આવેલી તસ્વીરોએ લોકોને હચમચાવી દીધા છે. સોશિયલ મીડિયા પર લોકો અવાજ વગરના લોકોની દુર્દશા માટે સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જો પ્રાણીઓને ખવડાવવા માટે પૈસા ન હોય તો તમામ પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવા જોઈએ. પ્રાણી સંગ્રહાલયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખૂબ જ નબળો પડી ગયેલો સિંહ જોવા મળી રહ્યો છે. સિંહને જોઈને એવું લાગી રહ્યું છે કે, જાણે તેને છેલ્લા કેટલાક દિવસોથી ખોરાક આપવામાં આવ્યો નથી.

ટ્વિટર પર વિડિયો શેર કરતા, CDRS બેનજી પ્રોજેક્ટ ફોર એનિમલ વેલફેરના કન્ટ્રી ડાયરેક્ટર ક્વાટરિના હુસૈને લખ્યું કે, જો આપણે પ્રાણીઓ સાથે આવો વ્યવહાર કરીએ તો પ્રાણી સંગ્રહાલય ચલાવવાનો કોઈ અધિકાર નથી. કરાચી ઝૂ ફૂડ સપ્લાયર્સને ચૂકવણી કરવામાં અસમર્થ છે. મારું હૃદય ખૂબ જ દુઃખી છે, પ્રાણીઓ પહેલાથી જ દયનીય સ્થિતિમાં છે. વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ ઇરમ અઝીમ ફારૂકે પોતાની પોસ્ટમાં કહ્યું કે, કરાચી ઝૂને તાત્કાલિક બંધ કરી દેવુ જોઇએ. વહીવટીતંત્રને કોઈ શરમ નથી. શું આપણે પાંજરામાં બંધ પ્રાણીઓ સાથે આ રીતે વર્તીએ છીએ? કરાચી પ્રાણી સંગ્રહાલય ખાદ્ય સપ્લાયર્સને ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય છે. આ જોઈને મારું હૃદય તૂટી જાય છે. મહેરબાની કરીને અવાજ ઉઠાવો.  

પાકિસ્તાની ચેનલ એઆરવાય ન્યૂઝ અનુસાર, ખાદ્યપદાર્થોના પુરવઠા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરે કરાચી પ્રાણીસંગ્રહાલયના ગેટ પર એક નોટિસ ચોંટાડી છે કે તે ખોરાકની સપ્લાય કરી શકશે નહીં, કારણ કે કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)એ મંજૂરી આપી નથી. છેલ્લા 11 મહિનાથી તેની પાસે બિલ ભરવા, પશુઓને ખવડાવવાના પૈસા નથી. પ્રાણી સંગ્રહાલય તંત્રએ પણ પરિસ્થિતિની ખાતરી કરી છે. કહ્યું કે તેઓ પ્રાણીઓને અનાજ આપી રહ્યા છે. પરંતુ હવે ગોડાઉનમાં માત્ર થોડા દિવસો ચાલે એટલું જ રાશન બાકી રહ્યું છે. પ્રાણી સંગ્રહાલયનું 'ગૌરવ' ગણાતા સિંહ સહિત ઘણા પ્રાણીઓ યોગ્ય ખોરાકના અભાવે ખૂબ જ પાતળા થઈ ગયા છે. આરોગ્ય સહિતની યોગ્ય સુવિધાઓના અભાવે કરાંચી પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ સૌથી વધુ મૃત્યુ પામી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં, આ વર્ષે 2017માં, કરાચીમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા બે સિંહોમાંથી બીજાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp