આ દેશનો લવારો, કહે છે- ભારતમાં મુસલમાનો સાથે ખરાબ થઈ રહ્યું છે

PC: x.com

બાંગ્લાદેશે આરોપ લગાવ્યો છે કે, ભારત લઘુમતી સમુદાયોના રક્ષણના મામલે બેવડા ધોરણો અપનાવી રહ્યું છે. જ્યારે, ભારતીય મીડિયા પર પણ બાંગ્લાદેશ વિરુદ્ધ મોટા પાયે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદાકીય બાબતોના સલાહકાર આસિફ નઝરુલે ફેસબુક પર પોસ્ટ કરી હતી.

આસિફ નઝરુલે આ પોસ્ટમાં કહ્યું કે, 'ભારતમાં લઘુમતી મુસ્લિમ સમુદાય પર ક્રૂરતાની ઘણી ઘટનાઓ બની રહી છે. પરંતુ તેને (તે ઘટનાઓ પર) કોઈ અફસોસ કે શરમ નથી. ભારતનું આ બેવડું ધોરણ નિંદનીય અને વાંધાજનક છે.'

તેમની પોસ્ટમાં, આસિફ નઝરૂલે વોઈસ ઓફ અમેરિકા-બાંગ્લા દ્વારા કરવામાં આવેલા એક સર્વેનો પણ ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે, મોટાભાગના બાંગ્લાદેશીઓ (64.1 ટકા) માને છે કે વચગાળાની સરકાર દેશના લઘુમતી સમુદાયોને અગાઉની અવામી લીગ સરકારની સરખામણીમાં વધુ સારી સુરક્ષા પ્રદાન કરવામાં સક્ષમ રહી છે.

જ્યારે, બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે દેશના પત્રકારોને 'અલર્ટ' કર્યા છે. તેમણે કહ્યું કે, તેમણે બાંગ્લાદેશી પત્રકારોએ ભારતીય મીડિયાની 'ખોટી માહિતી'નો જવાબ 'સત્ય' સાથે આપવાની માંગ કરી છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું, 'આપણે આપણી વાર્તાઓ આપણી રીતે જણાવવી જોઈએ. અન્યથા તેઓ (ભારતીય મીડિયા) તેમની પસંદગી મુજબ આપણી વાર્તા લખશે. ઘણા બાંગ્લાદેશી પત્રકારોને હવે સમજાયું છે કે, કેટલાક ભારતીય મીડિયા આઉટલેટ્સ અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ખોટી માહિતીનું મોટા પાયે અભિયાન' ચલાવે છે. તેમનો સામનો કરવાનો સમય આવી ગયો છે.'

અહીં તમને જણાવી દઈએ કે, શફીકુલ આલમ પોતે પણ પત્રકાર રહી ચૂક્યા છે. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, ભારતીયોને ખબર હોવી જોઈએ કે, તેમની પૂર્વ સરહદ પર પણ બુદ્ધિશાળી લોકો રહે છે. થોડા મહિનાઓ પહેલાં, આ જ લોકોએ માનવ ઇતિહાસની એક 'શ્રેષ્ઠ ક્રાંતિ'માં એક 'ક્રૂર સરમુખત્યાર'ને હટાવી દીધો હતો.

તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ઢાકા યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશના આંતરિક મામલામાં ભારતના કથિત દખલનો વિરોધ કરવાની માંગ કરી છે. જ્યારે, બાંગ્લાદેશમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સ્ટુડન્ટ રાઈટ્સ કાઉન્સિલના પ્રમુખ બિન યામીન મોલ્લાએ બીજી ઘણી માંગણીઓ કરી છે.

આ અગાઉ ભારતે કહ્યું હતું કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે તમામ લઘુમતીઓની સુરક્ષાની પોતાની જવાબદારી પૂરી કરવી જોઈએ. આ સાથે તેમણે હિંસાની વધતી ઘટનાઓ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતે આ મુદ્દાઓ બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત ઉઠાવ્યા છે. બાંગ્લાદેશ સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp