ફોટોઝમાં જુઓ કેવી રીતે થાય છે રોહિંગ્યા કેમ્પમાં લગ્ન

PC: twitter.com

બાંગ્લાદેશમાં લગભગ 6,60,000 રોહિંગ્યા મુસલમાન કેમ્પમાં રહે છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, કેમ્પમાં રહેતા લોકો લગ્ન જેવા પ્રસંગો કેવી રીતે ઉજવતા હશે. તો આજે જોઈ રોહિંગ્યા કેમ્પમાં થયેલા એક લગ્નને ફોટોઝમાં...

રોહિંગ્યા કેમ્પમાં પોતાના લગ્નના એક દિવસ પહેલા શોફિકા બેગમે હાથોમાં મહેંદી મૂકાવી.

સદ્દામ હુસૈન અને શોફિકા બેગમના લગ્ન માટે એક રેફ્યૂજી ટેંટને રંગબેરંગી ધાબળાથી સજાવ્યો હતો.

શણગારેલા ટેંટની અંદર સદ્દામ અને શોફિકા બેગમના લગ્નના તુરંત બાદ ફોટો માટે પોઝ આપતી જોડી

લગ્નના રિવાજોને પૂરા કરતા રોહિંગ્યા પુરુષ

આ લગ્ન કુટુપેલોંગ રેફ્યૂજી કેમ્પમાં થઈ હતી.

બાંગ્લાદેશમાં સ્થિત આ કેમ્પમાં વાંસ અને પ્લાસ્ટિક શીટ્સની મદદથી કેમ્પ લગાવવામાં આવ્યા છે.

લગ્ન બાદ ભોજન, જેમાં 20 મહેમાનોને એક સમયમાં જમવાનું પીરસવામાં આવે છે. નોનવેજ એક આઇટમ હોય છે. પહેલા પુરુષ, પછી મહિલાઓ અને છેલ્લે બાળકોને ભોજન પીરસવામાં આવે છે.

ભોજન બાદ તમામ ટેબલ્સ અને ખુરશીઓ હટાવીને લાઉડસ્પીકર લગાવીને સંગીત વગાડવામાં આવે છે અને બધા ડાન્સ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp