ચીનનો અરબોપતિ કંગાળ થઇ ગયો, કાર, બંગલો, યોટ વેચી દેવા પડ્યા

PC: quiero.news

ભયાનક આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા ચીનમાં અબજોપતિ ઉદ્યોગપતિઓના દિવસો પણ સારા નથી ચાલી રહ્યા. અલીબાબાના CEO જેક મા માટે ખરાબ દિવસો ચાલી રહ્યા હતા, હવે  કતારમાં વધુ એક અબજોપતિ ઉદ્યોગપતિનો ઉમેરો થયો છે. અબજોપતિમાંથી કંગાળ બનેલા ઉદ્યોગપતિનું નામ છે Hui Ka Yan.

ગયા વર્ષે નાદાર થયેલી રિયલ એસ્ટેટ કંપની Evergrandeના Hui Ka Yan ચેરમેન છે.ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની કોરોના બાદ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. Evergrandeના ડૂબવાને કારણે ચીનનું અર્થતંત્ર હચમચી ગયું છે.

અબજોપતિ ઉદ્યોગપતિઓના ટ્રેક રાખનારા બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના એક અહેવાલ મુજબ Evergrandeના ચેરમેન Hui Ka Yanની સંપત્તિમાં 93 ટકાનું ભારે ધોવાણ થયું છે. તેમની સંપત્તિમાં 5 વર્ષમાં 39 અબજ ડોલર એટલે કે 3.12 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

2017માં Hui Ka Yanની નેટવર્થ લગભગ 42 બિલિયન ડોલર હતી, જે હવે ઘટીને માત્ર 3 બિલિયન ડોલર રહી ગઈ છે. Evergrandeના માથે હજુ પણ 300 બિલિયન ડોલરનું દેવું છે. એક સમયે ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીEvergrande  હવે વિશ્વની સૌથી વધુ દેવાદાર કંપની બની ગઇ છે.

Hui Ka Yan એક સમયે ચીનના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક હતા, તેમની પાસે મોંઘી કાર, યાટ, જહાજો અને વૈભવી બંગલા હતા. પરંતુ મેન્ડરિનમાં ઝુ જિયાયિન તરીકે ઓળખાતા યાનને પણ આ સમયે પોતાની અંગત સંપત્તિ વેચવાની ફરજ પડી છે. કંપની પર 300 અબજનું દેવું ચૂકવવા માટે, તેઓએ બંગલા અને ખાનગી જેટ પણ વેચવા પડ્યા. પરંતુ હજુ પણ લોન જેમની તેમ છે.

ચીન માટે 2021નું વર્ષ ઝંઝાવાતો વાળું રહ્યું. આ જ વર્ષમાં રિયલ એસ્ટેટ વ્યવસાયનું પતન શરૂ થયું. વર્ષ 2021માં રોકાણકારોના પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહેલી Evergrande કંપનીએ ડોલર બોન્ડસને ડિફોલ્ટ કરી દીધા હતા. Evergrande 2,00,000 કર્મચારીઓને રોજગારી આપે છે. 2020માં કંપનીનું વેચાણ 100 બિલિયન ડોલરથી વધારે હતું. તેની પાસે 280 શહેરોમાં 1,300 થી વધુ પ્રોજેક્ટ છે.

2020 માં કોરોનાની શરૂઆત સાથે, ચીની ઉદ્યોગપતિ જેક માનો પણ ખરાબ સમય શરૂ થયો હતો. સરકાર વિરોધી નિવેદન આપ્યા બાદ જેક મા અચાનક ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટીના નિશાના પર આવી ગયા હતા 2020 માં, એંટ ગ્રુપ વિશ્વનો સૌથી મોટો IPO લાવવાનું હતું. પરંતુ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી જેક મા લગભગ 2 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા. હાલમાં જ જેક માને એંટ ગ્રુપમાંથી બહાર કરી દીધા હતા. જેક મા એંટ ગ્રુપના સ્થાપક હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp