150 છોકરીઓ સાથે અબજપતિએ સ્વિમિંગ પૂલમાં મનાવ્યો બર્થડે!

PC: twitter.com

ઓસ્ટ્રેલિયન ટોબેકો બિઝનેસ ટાયકૂન ટ્રેવર્સ બેયોન પોતાની વાઈલ્ડ પાર્ટીઓ માટે ઓળખાય છે. હાલમાં જ તેને પોતાના 50મા જન્મદિવસની ઉજવણી કરી છે. જન્મદિવસના અવસરે તે એક પૂલમાં 150 છોકરીઓ સાથે એન્જોય કરતો જોવા મળ્યો હતો. ટ્રેવર્સ પ્રખ્યાત મેગેઝીન પ્લેબોયના ફાઉન્ડર હ્યૂ હેફનરની જગ્યાએ પોતાને The Candyman કહે છે.

અબજોપતિ ટ્રેવર્સ બેયોન પરિણીત, એક પિતા, ટોબૈકો બિઝનેસ ટાયકૂનની સાથે જ લક્ઝરી લાઈફ જીવતો અને વાઈલ્ડ પાર્ટી કરતો વ્યક્તિ છે. સોશિયલ મીડિયા પર તે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને ગર્લફ્રેન્ડસની સાથેના ફોટો શેર કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Travers Beynon (@traversbeynonofficial)

હાલમાં જ પોતાના જન્મદિવસના અવસરે તેને પોતાના આલિશાન મહેલમાં એક પૂલ પાર્ટી ઓર્ગનાઈઝ કરી હતી, જેમાં તે પોતાની તમામ મહિલા મિત્રોની સાથે મોજ-મસ્તી કરતો જોવા મળ્યો હતો. ટ્રેવર્સ બેયોને જણાવ્યું કે, પાર્ટી સવારથી શરૂ થઇને મોડી રાત સુધી ચાલતી હતી. આ બર્થડે પાર્ટીમાં તેની પત્ની, દીકરી અને દીકરો પણ શામેલ હતા. ડેલી સ્ટારના રિપોર્ટ મુજબ, તેને આ પાર્ટી 19 માર્ચે આયોજિત કરી હતી.

આવી પાર્ટી કેમ આયોજિત કરી? તેના જવાબમાં ટ્રેવર્સે કહ્યું કે, મને પાર્ટી કરવું પસંદ છે, કેમ કે, લોકો સારી રીતે એન્જોય કરી શકે અને સૌથી સારો અનુભવ લઈને જાય આ જ ઈચ્છા છે. મહેમાનોને અમે નિરાશ નથી કરતા, મારી પાર્ટીઓને લઈને લોકોના મનમાં ખોટી ધારણાઓ પણ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Candy Shop Mansion (@candyshopmansion)

Polygamy (બહુપત્ની) રિલેશનમાં રહેતો ટ્રેવર્સના ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 3 લાખ ફોલોઅર્સ છે, જ્યારે તેના Candy Shop Mansion પેજ પર 8 લાખ ફોલોઅર્સ છે.

વર્ષ 2015ના ડેલીમેલના રિપોર્ટ અનુસાર, બેયોનના શાનદાર પાર્ટીમાં બિકિની ગર્લ્સ અને ક્યારેક ન્યૂડ ગર્લ્સ પણ શામેલ થાય છે. નશા અને સેક્સથી ભરપૂર આ પાર્ટીમાં તેની પત્ની તાએશા પણ શામેલ થાય છે. તાએશાની દાદા-દાદી ગ્રાહમ અને ઈવોન આરોપ છે કે, તાએશાને ટ્રેવર્સ કુતરાના પટ્ટાથી બાંધી રાખે છે અને તેની સાથે ગેરવર્તન કરે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp