અબજપતિ એલન મસ્કે જણાવ્યુ સારી ઊંઘનું રહસ્ય, ઊંઘવા પહેલા કરો માત્ર આ બે કામ

PC: livemint.com

ગત કેટલાક દિવસોથી દુનિયાના સૌથી મોટા અબજપતિ એલન મસ્ક ટ્વીટર સહિત બીજી વાતોને લઇ ચર્ચામાં છે, પણ હવે તેને એક નવો ટ્વીટ કરીને સારી ઊંઘ આવવાનું રહસ્ય જણાવ્યું છે, તે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર હંમેશાં કંઈક ને કંઈક પોસ્ટ કરે છે. ક્યારેક બિઝનેસને લઈને નવી-નવી યુક્તિઓ જણાવે છે, તો ક્યારેક યુવાઓ માટે પ્રેરણાદાયી શબ્દ કહે છે, આ વખતે જે વાતો તેને કહી છે, તેનાથી બધાને ફાયદો થશે. એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે, ‘જો તમે સારી ગુણવત્તાની ઊંઘમાં સુધારો કરવા ઈચ્છે છો, તો બેડના માથા મુકવાના ભાગને 3 થી 5 સેન્ટીમીટર ઉઠાવીને સેટ કરો. આ ઉપરાંત, બેડ પર ઊંઘવા જાઓ તો એના ત્રણ કલાક પહેલા કંઈ પણ ખાવાનું ટાળો.

કંઈક આવી રીતે મસ્કે જણાવ્યા આના ફાયદા 

એલન મસ્કના ટ્વીટ પર એક અમેરિકન યૂટ્યુબર જિમી ડોનાલ્ડસન, જેને મિસ્ટર બીસ્ટના નામથી ઓળખવામાં આવે છે. મિસ્ટર બીસ્ટે પ્રશ્ન કર્યો કે, કૃપયા મને આ જણાવશો કે, મસ્કે જણાવેલી આ બે વસ્તુઓથી મને કેવી રીતે મદદ મળશે? આનો એલન મસ્કે પોતે જ જવાબ આપ્યો હતો.

મસ્કે એક બીજી ટ્વીટ કર્યું અને લખ્યું કે, ‘આ બે ઉપાયોથી એસિડ રિફલક્સની સમસ્યા ઓછી થશે. એસિડ રિફલક્સના કારણે ઊંઘની ગુણવત્તા મોટા પ્રમાણમાં પ્રભાવિત થાય છે. એસિડ રિફલક્સ એક રીતની એસીડીટી છે, જ્યારે આપણે જમીએ છીએ, ત્યારે પેટમાં હાજર એસિડ ઉલટી દિશામાં ઉપર વધવા લાગે છે, તેનાથી અનેક રીતની સમસ્યાઓ થાય છે, સ્પષ્ટ છે કે, આનાથી ઊંઘની સમસ્યાઓ પણ થશે.’

6 કલાક ઊંઘે છે એલન મસ્ક

એક વર્ષ પહેલા એલન મસ્કે કહ્યું હતું કે, તે રાતમાં 9 કલાક ઊંઘે છે, આટલા લાંબા સમય સુધી ઊંઘવાની આદતને તે ઓછું કરવાની વાત પણ કરે છે, એક વર્ષ બાદ હવે તે 6 કલાક ઊંઘે છે અને તેને ઊંઘની ગુણવત્તામાં સુધારો થવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે. એક અમેરિકન પોડકાસ્ટ પર થોડા દિવસો પહેલા મસ્કે કહ્યું હતું કે, હવે તે 6 કલાક ઊંઘે છે, પણ આનાથી ઓછો સમય ઊંઘે તો પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp