ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર હવે બધાને મળશે બ્લ્યૂ ટિક, બસ આપવા પડશે આટલા પૈસા

PC: livehindustan.com

ટ્વિટર બાદ હવે મેટાએ પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માટે બ્લ્યૂ ટીક વેચવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની મેટા હવે કોઈને પણ પોતાની પ્રોફાઇલ પર બ્લ્યૂ ટીક લગાવવાની મંજૂરી આપશે, જો તેઓ તેની કીંમત ચૂકવવા માટે તૈયાર છે. મેટાએ તાજેતરમાં USમાં યુઝર્સ માટે સેવાઓ શરૂ કરી છે. પહેલા, ટ્વીટરે બ્લ્યૂ ટીક બનાવ્યું હતું, જે ફક્ત ફેમસ હસ્તીઓ માટે રિજર્વ હતું. ઇન્સ્ટાગ્રામની પૉલિસીએ પહેલા મીડિયા ઑર્ગનાઇજેશનમાં કામ કરતા લોકો, ઇન્ફ્લુએન્સર, ફેમસ હસ્તિઓ અને રાજનેતાઓને તેમના નામની આગળ બ્લ્યૂ ટીક લગાવવાની મંજૂરી આપી હતી. જો કે, હવે કોઈપણ તેને ખરીદી શકે છે.

બ્લ્યૂ ટીક માટે ચૂકવવા પડશે આટલા પૈસા

મેટાએ હાલમાં USમાં સેવાઓ શરૂ કરી છે. જો તમે વેબ પર સાઇન અપ કરો છો તો સેવાનો ખર્ચ $11.99 દર મહિને (એટલે કે 989 રૂપિયા દર મહિને) છે અને મોબાઇલ એપ સ્ટોરના માધ્યમથી સાઇન અપ કરવા પર સેવાનો ખર્ચ $14.99 દર મહિને (એટલે કે 1237 રૂપિયા દર મહિને) છે.

ધ્યાન રાખો કે જો તમે વેબ પર સાઇન અપ કરો છો, તો તમને માત્ર Facebook પર બ્લ્યૂ ચેકમાર્ક મળશે, જો કે મોબાઇલ એપ સ્ટોર ઓપ્શનમાં Facebook અને Instagram બંને માટે બ્લ્યૂ ચેકમાર્ક સામેલ છે. બ્લ્યૂ ચેકમાર્ક એક વેરિફિકેશન બેજ છે જે દર્શાવે છે કે એકાઉન્ટ અધિકૃત છે અને કોઈ પબ્લિક ફિગર, સેલિબ્રિટી અથવા બ્રાન્ડ સાથે સંબંધિત છે.

બ્લ્યૂ ટીકથી મળશે આટલા બધા ફાયદા

બેજ સિવાય, સર્વિસ "પ્રોએક્ટિવ ઇમ્પર્સોનેશન પ્રોટેક્શન" પણ પ્રદાન કરે છે, જે અન્ય લોકોને તમારા ઑનલાઇન હોવાનું નાટક કરવાથી રોકવા માટે મદદ કરે છે. તે ફેસબુક પર દર મહિને કસ્ટમર સપોર્ટ, એકસકલૂસિવ સ્ટીકર અને 100 "સ્ટાર્સ" સુધી સીધી પહોંચ પ્રદાન કરે છે. સ્ટાર્સ લાઈવ સ્ટ્રીમ દરમિયાન વર્ચ્યુઅલ ભેટ ખરીદવું અને મોકલવું યુઝર્સ ક્રિએટર્સને સપોર્ટ કરવાની એક રીત છે.

આ સર્વિસ એ ક્રિએટરો માટે ટાર્ગેટ છે જેઓ સોશિયલ મીડિયા પર પોતાની અધિકૃતતા સ્થાપિત કરવા માંગે છે, પોતાના એકાઉન્ટ્સની નકલ થવાથી બચાવવા માંગે છે, અને એડિશનલ ફીચર્સ અને સપોર્ટ સુધી પહોંચ પ્રાપ્ત કરવા માંગે છે.

કોને મળશે બ્લ્યૂ ટીક અને શું છે પ્રક્રિયા

Instagram પર બ્લ્યૂ ટિક ખરીદવા માટે, તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ, તમારે તમારું ફોટો ID સબમિટ કરવું પડશે અને પોતાના ડિસ્પ્લે નામ સાથે બ્લ્યૂ ટિક મેળવવા માટે એક વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એક વાર જ્યારે તમે મેટા પર વેરિફાઇડ થઈ જાવ છો, તો તમારા માટે તમારી પ્રોફાઇલ મેન અથવા ડિસ્પ્લે નામ અથવા પ્રોફાઇલ પર કોઈ અન્ય માહિતી બદલવી સરળ નહીં રહેશે, તમારે ફરીથી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

રિપોર્ટ મુજબ, જે યુઝર્સ પહેલાથી જ Instagram અને Facebook પર વેરિફાઈડ છે, તેમણે આગળ જતાં મેટાના પેડ વેરિફિકેશન પ્લાન માટે પૈસા નહીં ચૂકવવા પડશે. જો કે, જો મેટા લિગેસી એકાઉન્ટ્સથી છૂટકારો મેળવવાની યોજના બનાવી રહ્યા છે તો નિયમો બદલાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp