શિપના કેબિનમાં ટીનેજર સાથે રેપ, આરોપીને છોડી મૂકવા અંગે જજે આપ્યું વિચિત્ર કારણ

PC: seattletimes.com

પેરેન્ટ્સ સાથે ક્રૂઝ શિપ પર રજા માણવા ગયેલી એક ટીનેજર સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. પરંતુ સંદિગ્ધ આરોપીને કોઈપણ સજા આપ્યા વિના જજે છોડી મુક્યો છે. 17 વર્ષની છોકરીનો આરોપ છે કે, આરોપીએ પહેલા તેને કેબિનમાં ધક્કો આપ્યો, પછી તેની સાથે રેપ કર્યો. પીડિત છોકરી બ્રિટનની વતની છે અને મેડિટેરેનિયન સાગરમાં રજાઓ માણી રહી હતી. ઈટલીના એક વ્યક્તિ પર ગુરુવારે સવારે 5 વાગ્યે રેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપી વ્યક્તિનું નામ પણ સામે આવ્યું નથી. તેને ધરપકડ પણ ત્યારે કરવામાં આવી, જ્યારે જહાજ સ્પેનથી વેલેનસિયા પહોંચ્યું. શિપ પર ટીનેજર દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ કેપ્ટને યોગ્ય કાર્યવાહી કરી હતી. કેપ્ટને સ્થાનિક અધિકારીઓને શિપ પર બનેલી ઘટના અંગે જાણકારી આપી હતી. આરોપીની ઉંમર 18 વર્ષ હોવાનું જણાવાઈ રહ્યું છે. જજે તેને છોડી મુક્યો. મળતી માહિતી અનુસાર, જજ હવે ત્રણ દેશો (પનામા, UK અને ઈટલી)ને આ મામલામાં કાર્યવાહી કરવાની અપીલ કરશે.

પરંતુ સ્પેનના જજે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેમને સમુદ્રમાં બનેલી આ ઘટનાની તપાસ કરવાનો અધિકાર નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જજે વ્યક્તિને એટલા માટે છોડી દીધો, કારણ કે એક વિદેશી દ્વારા એક અન્ય વિદેશી સાથે ઈન્ટરનેશનલ જળક્ષેત્રમાં અપરાધની ઘટનાને અંજામ આપ્યો હતો.

જો આરોપી વ્યક્તિ સ્પેનમાં રહેતો હોત, તો જજ કાર્યવાહીના આદેશ આપી શકતે. જોકે, સ્થાનિક પોલીસે ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ, જહાજ ચલાવનારી કંપનીએ કહ્યું હતું કે, મામલાની તપાસ હજુ પણ ચાલી રહી છે, આથી કોઈ કોમેન્ટ ના કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp