મંત્રીમંડળે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ક્ષેત્રે ભારત-ઇટાલીના MoUને મંજૂરી આપી

PC: india-briefing.com

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને આપત્તિ જોખમ ઘટાડવા અને સંચાલનના ક્ષેત્રમાં સહકાર પર ભારતની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) અને ઇટાલીના ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ પ્રોટેક્શન ઓફ ધી પ્રેસિડેન્સી ઓફ ધી કાઉન્સિલ ઓફ મીનીસ્ટર્સ વચ્ચેના સમજૂતી કરાર (MoU) અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટના ક્ષેત્રમાં સહકાર અંગેના સમજૂતી કરાર પર કે જે ભારતની એનડીએમએ અને ઇટાલીના ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ પ્રોટેક્શન ઓફ ધી પ્રેસિડેન્સી ઓફ ધી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ વચ્ચે હસ્તાક્ષર થયા હતા. આ સમજૂતી કરાર એક એવી વ્યવસ્થા લાવવા માંગે છે, જેના દ્વારા ભારત અને ઇટાલી બંને એકબીજાના આપત્તિ વ્યવસ્થાપન મિકેનિઝમ્સથી ફાયદો ઉઠાવશે અને તે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સજ્જતા, પ્રતિભાવ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોને મજબૂત બનાવવામાં મદદ કરશે.

ભારતની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) અને ઇટાલીના ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ પ્રોટેક્શન ઓફ ધી પ્રેસિડેન્સી ઓફ ધી કાઉન્સિલ ઓફ મીનીસ્ટર્સ વચ્ચે આપત્તિ જોખમ ઘટાડવા અને સંચાલનના ક્ષેત્રમાં સહયોગ અંગેના સમજૂતી કરાર પર જૂન, 2021માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp