100 વર્ષ પહેલા ભારતમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણાની મૂર્તિ વારાણસી પરત લવાશે

PC: livehindustan.com

કાશીને જલ્દી જ દેવી અન્નપૂર્ણાની પ્રાચીન મૂર્તિ મળવા જઈ રહી છે. આ મૂર્તિ એક સદી પહેલા વારાણસીના કિનારા પરથી ચોરી થઈ ગઈ હતી. આ મૂર્તિ કેનેડાની યુનિવર્સિટી ઓફ રેજીનામાં મળી હતી. આ એક સંયોગ છે કે 19-25 નવેમ્બર સુધીમાં વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થવા જઈ રહી છે. આ દરમિયાન એક આર્ટિસ્ટની નજર આ મૂર્તિ પર પડી અને તેણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ મૂર્તિ હવે ભારત લાવવામાં આવશે. મેકેન્જી આર્ટ ગેલેરીમાં રેજીના યુનિવર્સિટીના સંગ્રહમાંથી અન્નપૂર્ણની પ્રતિમા વચગાળાના રાષ્ટ્રપતિ અને યુનિવર્સિટીના ઉપ-કુલપતિ થોમસ ચેસે, કેનેડામાં ભારતના ઉચ્ચાયોગ અજય બસરિયાને 19 સપ્ટેમ્બરે એક સમારોહમાં આપવામાં આવી હતી.

કેનેડાની રેજીના યુનિવર્સિટીએ ભારતથી લગભગ 100 વર્ષ પહેલા ચોરી કરવામાં આવેલી મૂર્તિ ભારતને પાછી આપવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી ઐતિહાસિક ભૂલોનો સુધારો કરવા માટે સંસ્થાનવાદ અને અપ્રિય વારસાથી નીકળવાના પ્રયાસ હેઠળ 18મી સદીની હિન્દુ દેવી અન્નપૂર્ણાની અનોખી મૂર્તિ ભારતને પાછી આપશે. આ મૂર્તિ બ્રિટનના પત્રકાર અને ઇતિહાસકાર નોર્મન મેકેન્જીના 1936ના મૂળ વારસાનો ભાગ છે અને અત્યારે રેજીના યુનિવર્સિટીના સંગ્રહનો એક ભાગ છે. યુનિવર્સિટીએ ગુરુવારે જણાવ્યું હતું કે આર્ટિસ્ટ દિવ્યા મેહરાએ આ તથ્ય તરફ ધ્યાન ખેચ્યુ કે આ મૂર્તિ એક સદીથી પણ પહેલા ખોટી રીતે લાવવામાં આવી હતી.

19 નવેમ્બરે આ મૂર્તિ ડિજિટલ રીતે આપવાનો કાર્યક્રમ થયો અને હવે તેને જલદી જ ભારતને પાછી આપવામાં આવશે. યુનિવર્સિટીના વચગાળાના અધ્યક્ષ અને કુલપતિ ડો. થોમસ ચેજે આ મૂર્તિને અધિકારીક રીતે ભારત મોકલવા માટે કેનેડામાં ભારતીય ઉચ્ચાયોગ અજય બસરિયા સાથે ડિજિટલ રીતે મુલાકાત કરી હતી. અજય બસરિયાએ જણાવ્યું હતું કે, ‘અમે ખુશ છીએ કે અન્નપૂર્ણાની આ અનોખી મૂર્તિ ભારતને પાછી મળશે.

 

ઊંડી તપાસના આધાર પર મેહરા આ નિષ્કર્ષ પર પહોંચી કે વર્ષ 1913માં પોતાની ભારત યાત્રા દરમિયાન મેકેન્જીની નજર આ પ્રતિમા પર પડી હતી અને ત્યારે એક અજાણી મૂર્તિને મેળવવાની ઈચ્છાની બાબતે ખબર પડી તો વારાણસીમાં ગંગા કિનારે તેના મૂળ સ્થળથી ચોરી કરી લેવામાં આવી. અને તેમને સોંપી દેવામાં આવી હતી.

આર્ટિસ્ટ દિવ્યા મેહરાની ગેલેરીના સ્થાયી કલેક્શનમાં જાણવા મળ્યું કે આ મૂર્તિનો વારસો વર્ષ 1936માં મેકેન્જીએ કરાવ્યો હતો અને ગેલેરી સંગ્રહમાં જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું નામ રાખવામાં આવ્યું. દિવ્યાએ આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું હતું કે આ ગેરકાયદેસર રીતે કેનેડામાં લાવવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે મેકેન્જીએ વર્ષ 1913માં ભારતની યાત્રા કરી હતી કે ત્યારબાદ જ આ મૂર્તિ ભારતથી કેનેડા પહોંચી હતી. માતા અન્નપૂર્ણા પોતાના એક હાથમાં ખીર અને બીજા હાથમાં ચમચી લઈને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp