કંપનીને નફો થયો એટલે બોસે કર્મચારીઓના જૂતા ઉતારી કર્યું આવું કામ, વીડિયો વાયરલ

PC: youtube.com

ચીનની એક કંપનીને નફો થયો તો કંપનીના બે ઓફિસરોએ પોતાના કર્મચારીઓનું નોખી રીતે સન્માન કર્યું. તેમણે પોતાના સ્ટાફને સ્ટેજ પર બોલાવ્યા અને તેમતા પગ ધોયા. કંપનીની પ્રેસિડેન્ટ અને એક મહિલા અધિકારીએ 2 નવેમ્બરના રોજ કર્મચારીનું સન્માન કર્યું.

ચીનની એક કોસ્મેટિક કંપનીને આ વર્ષે નફો થયો. કંપનીએ એક પાર્ટીનું આયોજન કર્યું, જ્યાં 8 સ્ટાફ મેમ્બરોના પગ ધોઈને તેમનું સન્માન કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. કંપનીના ટોપ સેલ્સના સ્ટાફને સ્ટેજ પર બોલાવીને તેમના જૂતા અને મોજા ઉતારીને તેમના પગ ધોવામાં આવ્યા.

રિપોર્ટ અનુસાર, કંપનીના 8 સેલ્સ કર્મચારીઓને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. તેઓ સ્ટેજ પર આવ્યા અને ખુરશી પર બેસી ગયા. આ સ્ટાફે કંપનીએ નક્કી કરેવા ટાર્ગેટ કરતા વધારે વેચાણ કર્યું હતું, જેના કારમે કંપનીને નફો થયો. કંપનીના બે બોસ સ્ટેજ પર આવ્યા અને તેમના શૂઝ ઉતાર્યા. પછી તેમણે જ કર્મચારીઓના પગ ધોયા.

કંપનીની માલિકે કહ્યું, કર્માચારીઓને એવોર્ડ ઓફ ધ યર તો દરેક કંપનીઓ આપે છે. પણ અમારો આ પ્રયાસ કર્માચરીઓનો જુસ્સો વધારશે અને તેમને વધારે સારું પરર્ફોમન્સ આપવાની પ્રેરણા આપશે.

સોશિયલી મીડિયા પર અમુક લોકો કંપનીની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. તો અમુક લોકો કંપનીને કર્મચારીઓને બોનસ આપવાની માંગ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, કંપની જો કર્મચારીઓની મબેનતને સમજે અને આવું કરશે તો કર્મચારીનો જુસ્સો વધશે. તો અન્ય યૂઝરે લખ્યું, પગ ધોવાના સ્થાને આ સ્ટાફ મેમ્બરોને વધારે બોનસ જ આપી દેતે, આ તેમના માટે મોટું સન્માન ગણાની શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp