પહેલી કોરોના વેક્સીન જેનું 100 લોકો પર ટ્રાયલ પૂર્ણ, જાણો શું આવ્યું રિઝલ્ટ

PC: aljazeera.com

ચીનમાં બનાવવામાં આવેલી કોરોના વાયરસની એક વેક્સિનને લઈને આશા જગાવનારા સમાચાર આવ્યા છે. આશરે 108 લોકો પર આ વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે, વેક્સિન વાયરસ વિરુદ્ધ ઈમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે. ચીની વેક્સિનના ટ્રાયલને લઈને મેડિકલ જર્નલ The Lancetમાં રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રિસર્ચર્સે ઘણી લેબમાં વેક્સિનને લઈને અભ્યાસ કર્યો. ચીનની Ad5 વેક્સિનને CanSino કંપનીએ તૈયાર કરી છે. આ વેક્સિનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી તૈયાર કોરોના વેક્સિન અને અમેરિકી કંપની મોડર્નાની વેક્સિન કરતા આગળ સમજવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં જ ચીની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગયું હતું.

જોકે, ચીની વેક્સિનની કેટલીક સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળી છે, જેમ કે દુઃખાવો, તાવ. પરંતુ તે એક મહિનાની અંદર દૂર થઈ ગયા. વેક્સિનથી કોઈ ગંભીર જોખમ ઉભું ના થયું. સ્ટડીમાં જાણવા મળ્યું કે, વેક્સિન મુકાયા બાદ આશરે 28 દિવસ બાદ વ્યક્તિના શરીરમાં ઈમ્યૂન રિસ્પોન્સ સૌથી વધુ હતો. જણાવી દઈએ કે, હાલ દુનિયાના અલગ-અલગ દેશોમાં મેડિકલ સાયન્ટિસ્ટ્સની આશરે 100 ટીમો વેક્સિનની શોધ કરવામાં જોતરાઈ છે.

Pfizer, BioNTech અને CanSino જેવી કંપનીઓ કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરી ચુકી છે. અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગે ગુરુવારે કહ્યું હતું કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન તૈયાર કરવા માટે દવા કંપની AstraZenecaને 1.2 બિલિયન ડૉલર સુધીની રકમ આપવામાં આવશે. સોમવારે અમેરિકી કંપની મોડર્નાએ કોરોના વેક્સિનના પહેલા રાઉન્ડના ટ્રાયલની જાણકારી આપી દીધી હતી. પહેલ રાઉન્ડમાં માત્ર 8 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. કંપનીનું કહેવું હતું કે, વેક્સિન સુરક્ષિત માલૂમ પડતા જ ઈમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે. બુધવારે બોસ્ટનના રિસર્ચરે કહ્યું હતું કે, એક વેક્સિન પ્રોટોટાઈપે વાંદારાને કોરોના સંક્રમિત થવાથી બચાવી લીધો.

બ્રિટન સ્થિત આંકડા વિશ્લેષક તેમજ પરામર્શ કંપની ગ્લોબલ ડેટામાં સંક્રામક રોગ સાથે સંકળાયેલા વિભાગના એસોસિએટ નિદેશક માઈકલ બ્રીને કહ્યું, મોડર્નો પાસે એકમાત્ર વેક્સિન છે, જેણે કોવિડ-19 રોગ વિરુદ્ધ કોઈપણ પ્રકારની પ્રતિરક્ષાત્મક પ્રતિક્રિયાનું પ્રદર્શન કર્યું છે, આથી અમારા મત અનુસાર આ કંપની વેક્સિન વિકસિત કરવાની દોડમાં ખૂબ જ આગળ છે. બ્રીને કહ્યું, માનવ શરીર પર જે વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવ્યું છે, તેમાંથી માત્ર બે વેક્સિન જ કારગર સાબિત થઈ છે. તેમણે કહ્યું કે, મોડર્નાના અધ્યયનમાં એ સાબિત થાય છે કે, આ વેક્સિનના ઉપયોગથી માનવ શરીરમાં વાયરસ વિરુદ્ધ એક એન્ટીબોડી વિકસિત કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp