26th January selfie contest

ચીનનું લાઉડસ્પીકર ષડયંત્ર! પંજાબી-હિંદી ગીતો સાથે કરી રહ્યું છે આ અનાઉન્સમેન્ટ

PC: etimg.com

દરેક મોરચા પર ભારતીય સેના સાથે ટક્કરમાં પાછળ રહ્યા બાદ હવે ચીનની PLAએ મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ કરી દીધુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન હવે નવી પેંતરાબાજી અજમાવી રહ્યું છે. ચીનની સેના પેંગોંગ ત્સોના ફિંગર ચાર વિસ્તારમાં લાઉડ સ્પીકર પર પંજાબી અને હિંદી ગીતો વગાડી રહ્યું છે અને સતત એ અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે કે, ભારત સરકાર પોતાની સેનાની શું મદદ કરશે? પંજાબી અને હિંદી ગીતોની સાથોસાથ લાઉડ સ્પીકર પર આ પ્રકારના અનાઉન્સમેન્ટ કરીને ચીનની સેનાએ 1962ની જેમ જ ફરી એકવાર ભારતીય સૈનિકોની સાથે સાયકોલોજીકલ વોરફેર શરૂ કરી દીધુ છે.

તો બીજી તરફ ચુશુલની એકદમ સામે મોલ્ડોવામાં પણ ચીની સેના મોટા- મોટા સ્પીકરોમાં વારંવાર હિંદી ગીતો વગાડી રહી છે અને અહીં પણ તે ભારતીય સેનાને સતર્કતા રાખવા માટે સૂચિત કરવાની સાથોસાથ એવું પણ કહી રહ્યું છે કે, ભારત સરકાર ઠંડીમાં તેમની કોઈ મદદ નહીં કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર, એ વાતની પણ જાણકારી મળી છે કે, ચીની સેના ગીતો વગાડવાની સાથે સાથે આ અનાઉન્સમેન્ટ એટલા માટે કરી રહી છે, કારણ કે પહાડની ટોચ પર તહેનાત ભારતીય સૈનિકોને માનસિકરીતે પોતાની સાથે ભેળવીને તેમનું મનોબળ તોડી શકે, આવી જ મનોવૈજ્ઞાનિક રમત 1962ના યુદ્ધ સમયે પણ ચીની સેનાએ રમી હતી.

તો બીજી તરફ, ભારતીય સેનાના કમાન્ડિંગ ઓફિસરે પોતાના યુનિટના તમામ જવાનોનું મનોબળ વધારતા ચીની સેનાની આ મનોવૈજ્ઞાનિક ગેમને દબાવવાની રણનીતિની સાથે કામ શરૂ કરી દીધુ છે અને પૂરા જોશ સાથે ભારતીય સૈનિક આ સમયે LAC પર તહેનાત છે. બીજી તરફ, ચીને ફરી એકવાર ચુમાર, પેંગોંગ ત્સો, ગલવાન, ગોગરા, ડેપસાંગ પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.

ભારતીય સેનાના પૂર્વ ટોચના સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, PLAએ 1962માં પશ્ચિમી અને પૂર્વી ક્ષેત્રોની સાથે જ 1967ની નાથૂ લા ઝડપ દરમિયાન પણ લાઉડ સ્પીકરની રણનીતી અપનાવી હતી. પૂર્વ ઓફિસરે કહ્યું, પરંતુ ભારતીય સૈનિકોને પહેલાથી જ આવા કોઈપણ ષડયંત્રની જાણકારી આપી દેવામાં આવી હતી. ભારતીય સેનાએ 29-30 ઓગસ્ટે પેંગોંગ ત્સોના દક્ષિણમાં રેજાંગ લો- રેચિન લા રિડેલીન પર ચીની સેના PLAને પાઠ ભણાવતા લેકના ઉત્તરી તટ પર ફિંગર 4ની ઉંચાઈઓ (બ્લેક ટોપ) પર કબ્જો કરી લીધો હતો.

પૂર્વ અધિકારીના જણાવ્યા અનુસાર, ચીનનું આ ષડયંત્ર સફળ નહીં થશે કારણ કે ટ્રેનિંગ દરમિયાન સૈનિકોને આવી પરિસ્થિતિ અંગે પહેલા જ જાણકારી આપી દેવામાં આવે છે અને સાથે જ એ પણ શીખવવામાં આવે છે કે, દુશ્મન જ્યારે આવું કરે ત્યારે તેમણે કેવો વ્યવહાર કરવો જોઈએ. ભારતીય સેનાની કાર્યવાહીથી રઘવાયા બનેલા ચીની સૈનિક ઘણીવાર ઘૂષણખોરી અને બ્લેક ટોપ પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી ચુક્યા છે. ચીની ટેંકો અને પગપાળા સેનાના લડાકુ વાહનોમાં આગળ વધવાથી ડરવાને બદલે, ભારતીય સેનાએ એ સ્પષ્ટ કરી દીધું કે જો PLA સીમા પાર કરશે તો અમારા જવાનો તેનો જડબાતોડ જવાબ આપશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp