ચીની વાયરોલોજિસ્ટે આપ્યા પુરાવા- બે ચામાચીડિયાના જીન્સથી લેબમાં બન્યો કોરોના

PC: newscast-pratyaksha.com

કોરોના વાયરસ પ્રાકૃતિક છે કે પછી તેને કોઈ લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે, આ મામલામાં દુનિયાભરના વૈજ્ઞાનિકોના જુદા જુદા મત છે. હવે ચીનની જાણીતી વાયરોલોજિસ્ટ ડૉક્ટર લી મેંગ યાને દાવો કર્યો છે કે કોરોના વાયરસ બે ચામાચીડિયાના જેનેટિક મ્યુટેશનને મળીને તૈયાર કરવામાં આવ્યો છે.

ડૉક્ટર યાને કોરોના વાયરસથી સંબંધિત એક રિપોર્ટ પ્રકાશિત કરી છે. હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં કથિતપણે શોધ કરનારા ડૉક્ટર યાને દાવો કર્યો છે કે કોરોના વાયરસને લેબમાં જ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના પુરાવા છે. તેમણે પોતાના દાવાના સમર્થનમાં ઘણાં પુરાવા રજૂ કર્યા છે.

ડૉક્ટર યાનનો દાવો છે કે તેમણે તપાસમાં જાણ્યું કે કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને બદલીને તેને સરળ બનાવવામાં આવ્યું જેથી તે હ્યૂમન સેલમાં ચીપકીને બેસી જાય. જોકે, યાનનો આ દાવો હજુ પણ સવાલોના ઘેરામાં છે કારણ કે આ શોધ કોઈપણ વૈજ્ઞાનિક નજરલમાં પ્રકાશિત થઇ નથી અને ન તો કોઈએ સમીક્ષા કરી છે.

ઘણાં વૈજ્ઞાનિકોએ ડૉક્ટર યાનના આ દાવા પર સવાલ ઊભા કર્યા છે. વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટને અપ્રમાણિત ગણાવી છે અને કહ્યું કે આ વિશ્વસનીય નથી. તેમણે કહ્યું કે, શોધ પત્રોમાં આ સાબિત થઇ ગયું છે કે કોરોના વાયરસનો જન્મ ચામાચીડિયાથી થયો છે અને તેને વ્યક્તિઓ માટે બનાવવા માટે કોઈ પુરાવા નથી.

ડૉક્ટર યાને પાછલા દિવસોમાં કહ્યું હતું કે, તે એના પુરાવા રજૂ કરશે અને સાબિત કરશે કે કોરોના વાયરસને વ્યક્તિઓ માટે બનાવ્યો હતો. યાને દાવો કર્યો હતો કે પેઈચિંગને કોરોના વિશે ત્યારે જ જાણ થઇ ગઇ હતી જ્યારે મહામારી ફેલાઇ પણ નહોતી.

યાને દાવો કર્યો છે કે, વુહાન માર્કેટમાં કોરોના શરૂ થવાની વાતો ખોટી છે. પહેલી વાત તો એ કે વુહાનના મીટ માર્કેટને પરદાની રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વાયરસ પ્રાકૃતિક નથી.

યાનને જ્યારે પૂછવામાં આવ્યું કે વાયરસ ક્યાંથી આવ્યો તો તેમણે કહ્યું કે વુહાન લેબથી. જીનોમ સીકવેન્સ ફિંગર પ્રિંટ જેવી છે. જેના આધારે જ તેની ઓળખ કરી શકાય છે. યાનનો દાવો છે કે તેની જાણકારી ચીને તેના ડેટાબેસમાંથી હટાવી દીધી છે. તેના સાથીઓને ખોટી અફવા ફેલાવવાનું કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp