ગર્લફ્રેન્ડને ફેરવવા પૈસા નહોતા, તો 2 વર્ષના પુત્રને વેચીને કર્યા જલસા

PC: globenewsinsider.com

કોઈ પણ મુશ્કેલી કેમ ન હોય, માતા-પિતા પોતાના બાળકોથી ક્યારેય મોઢું ફેરવી લેતા નથી, કોઈ પણ ભોગે બાળક યોગ્ય દિશામાં જાય, તેના ભણતર અને સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર ન પડે તેની કાળજી લે છે. પરંતુ ચીનમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને લોકો હેરાન છે. અહીં એક વ્યક્તિએ પોતાના પુત્રને વેચી દીધો, એ પણ એટલા માટે કે પોતાની ગર્લફ્રેન્ડને તે આખા દેશમાં ફેરવી શકે. જેજિલાંગ લીગલ ડેઇલીના રિપોર્ટ મુજબ, શી નામના આ વ્યક્તિએ પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતા. તેની પત્નીને પુત્રીની કસ્ટડી મળી હતી.

જ્યારે 2 વર્ષના માસૂમ પુત્રની કસ્ટડી તેને મળી હતી, પરંતુ શી પોતાના પુત્ર પ્રત્યે મોટાભાગે ઉદાસીન રહેતો હતો. શીએ પોતાના પુત્રને પિતા અને ભાઈ પાસે છોડી રાખ્યો હતો, પરંતુ આ દરમિયાન તેને પૈસાની જરૂરિયાત પડી અને તે પોતાના પુત્રને લઈ ગયો અને માત્ર 17 લાખ યુઆનમાં વેચી દીધો. જ્યારે પરિવારજનો સાથે તેણે કોઈ સંપર્ક ન કર્યો, તો પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી દીધી. ત્યારબાદ આ ઘટનાનો ખુલાસો થયો.

શીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે આખા ચીનમાં ખૂબ જલસા કર્યા અને ખૂબ પૈસા ખર્ચ કર્યા. જુઝોઉ શહેરમાં રહેનારા શીના સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે જઇને પોલીસે તેની ધરપકડ કરી. એટલું જ નહીં, શીનો બે વર્ષનો પુત્ર પણ પોલીસે ચાંગ્સુ શહેરમાંથી શોધી કાઢ્યો છે. ચીનમાં સખત જનસંખ્યા નિયંત્રણ કાયદાને ઢીલ આપવામાં આવી રહી છે, પરંતુ સામાજિક અને આર્થિક મજબૂરીઓના કારણે હવે યુવાનો લગ્નથી ભાગી રહ્યા છે, તો છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે લગ્નમાં પણ મુશ્કેલી આવી રહી છે. એવામાં વધારે ઉંમરમાં નિઃસંતનતાની સમસ્યા વધી રહી છે. આ કારણ છે કે ચીનમાં લોકો બાળકોને દત્તક લેવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp