શરીર માટે 'ઝેરી'તત્વો ધરાવતું સોફ્ટ ડ્રિંક્સ,કોકાકોલાએ યુરોપથી બોટલો પાછી મંગાવી

શું તમે ઠંડા પીણાંના શોખીન છો અને દિવસમાં અનેક બોટલ ઠંડા પીણા પી જાવ છો?, તો કૃપા કરીને સાવચેત રહો, કારણ કે ઠંડા પીણા કેન્સરનું કારણ પણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ યોગ્ય સંશોધન પછી ચેતવણી તરીકે આ વાત કહી છે કે, કોકા-કોલા અને અન્ય સોફ્ટ ડ્રિંક્સ અને ચ્યુઇંગ ગમમાં વપરાતા કૃત્રિમ સ્વીટનર એસ્પાર્ટમથી કેન્સરનું જોખમ રહેલું છે. હવે તમે કહેશો કે અચાનક એવું શું થયું જે પહેલાં નહોતું.
પ્રખ્યાત પીણા કંપની કોકા કોલાએ સોમવાર 27 જાન્યુઆરી 2025ના રોજ યુરોપમાંથી તેના તમામ ઉત્પાદનો પાછા ખેંચવાનો નિર્ણય લીધો. મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, કંપનીના ફેન્ટા, મિનિટ મેઇડ, સ્પ્રાઈટ, કોક અને ટ્રોપિકો બ્રાન્ડના સોફ્ટ ડ્રિંક્સમાં ક્લોરેટ દૂષણના ઉચ્ચ સ્તર માટે સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, કાચની બોટલો અને કેનમાં મળતા આ સોફ્ટ ડ્રિંક્સ નવેમ્બર મહિનાથી નેધરલેન્ડ, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, લક્ઝમબર્ગ અને ફ્રાન્સમાં વેચાઈ રહ્યા હતા. કંપનીનું કહેવું છે કે, નવેમ્બર 2024થી આ દેશોમાં વેચાતા કોકા-કોલાના કેન અને કાચની બોટલોમાં ક્લોરેટનું ખતરનાક સ્તર જોવા મળ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2024ના અંત સુધીમાં, 5 ઉત્પાદનો UK મોકલવામાં આવ્યા હતા, જે પહેલાથી જ વેચાઈ ગયા હતા.
કોકા-કોલા યુરોપાસિફિક પાર્ટનર્સ, બેલ્જિયમે એક સમાચાર એજન્સીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, રિકોલમાં 'નોંધપાત્ર જથ્થામાં ઉત્પાદનો'નો સમાવેશ થાય છે, જો કે તેને લઈને કોઈ ચોક્કસ આંકડા આપવામાં આવ્યા નથી. કંપનીનું કહેવું છે કે, સૌથી વધુ અસરગ્રસ્ત અને ન વેચાયેલા ઉત્પાદનોને સ્ટોર્સમાંથી પહેલાથી જ દૂર કરવામાં આવ્યા છે અને આ સાથે અમે બજારમાંથી અન્ય ઉત્પાદનોને દૂર કરવા માટે પણ પગલાં લઈ રહ્યા છીએ.
તો ચાલો જેના કારણે આ હોબાળો થયો છે તે શું છે... તો એમાં તમને જણાવવાનું કે, ક્લોરેટ એ ક્લોરિન આધારિત જંતુનાશકોનું આડપેદાશ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે પાણીની સારવાર અને ખાદ્ય પ્રક્રિયામાં થાય છે. યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીના 2015ના અહેવાલ મુજબ, ક્લોરેટનો લાંબા ગાળાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ખાસ કરીને આયોડિનની ઉણપ ધરાવતા બાળકોને અસર કરે છે. તેનો દરરોજ ઉપયોગ ઝેરી હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp