લોંગ કોવિડને લીધે 70 ટકા દર્દીઓના ઓર્ગન પર થઇ આ ભયંકર અસર

PC: deccanherald.com

કોરોના વાયરસની આ મહામારીએ માત્ર એક દેશને નહીં પરંતુ આખી દુનિયાને પ્રભાવિત કરી છે. મોટાભાગના કેસોમાં એ પણ જોવા મળ્યું છે કે આ ઘાતક વાયરસથી સંક્રમિત કોઈ પણ બે વ્યક્તિ એક જેવા લક્ષણથી પીડિત નથી હોતા. તમને જણાવી દઈએ કે કોરોના દર્દીઓમાં સંક્રમણના ગંભીર લક્ષણ લોંગ COVID જોખમોને વધારી શકે છે. લોંગ COVID એટલે કે લાંબા સમયથી કોરોના વયરસના સંક્રમણથી ઘણા લોકો પ્રભાવિત હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં થયેલાં એક સ્ટડીમાં આ વાતના પુરાવા મળ્યા છે. સ્ટડી અનુસાર કોરોના વાયરસથી સંક્રમિત લો-રિસ્કવાળા દર્દીઓના 4 મહિના બાદ કેટલાક ઓર્ગન્સ ડેમેજ હોવાનું જાણવા મળ્યું છે. આ સ્ટડીમાં એ લક્ષણોની બાબતે પણ જાણવા મળ્યું છે કે જે જે પણ દર્દી કોરોના વાયરસના સંક્રમણથી સારા થયા છે એવા દર્દીઓમાં ઘણાં સમય સુધી લક્ષણો રહે છે. તેને જ લોંગ COVID કહેવાય છે.

લોંગ COVIDના 4 મોટા લક્ષણ:

  • ફેફસા અને દિલને નુકસાન
  • પોસ્ટ ઇન્ટેન્સિવ કેર સિન્ડ્રોમ
  • પોસ્ટ વાયરલ સિન્ડ્રોમ
  • સતત કોરોનાના લક્ષણ રહેવા

સ્ટડીમાં શું સામે આવ્યું?

કવર સ્કેન દ્વારા કરવામાં આવેલી આ સ્ટડીમાં 500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોના પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે 70 ટકા દર્દીના એક કે તેથી વધારે ઓર્ગન્સને કોરોનાએ નુક્સાન પહોંચાડ્યા છે. તેમાં હાર્ટ, લંગ, લીવર અને સ્વાદુંપિંડ જેવા અંગ સામેલ છે. જોકે નુકસાન ઘણાં હલકા છે. સ્ટડી અનુસાર લગભગ 25 ટકા લોકોમાં કોરોનાએ 2 કે તેનાથી વધારે ઓર્ગન્સને પ્રભાવિત કર્યા છે.

કેટલા દર્દીઓને રહ્યો છે કે લોંગ COVID?

બ્રિટનમાં કોરોના વાયરસના 40 હજાર દર્દીઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં 20 ટકા લોકોએ કહ્યું કે, સંક્રમણના 1 મહિના બાદ પણ તેઓ પૂરી રીતે રિકવર થઈ શક્યા નહોતા. તો 190 દર્દીઓમાં કોરોનાના લક્ષણ સતત 8-10 અઠવાડિયા સુધી દેખાયા. તેની સાથે જ 100 દર્દીઓએ કહ્યું કે, સંક્રમણના 10 અઠવાડિયા પછી સુધી તેઓ પરેશાન થયા હતા. એમ્સ દિલ્હીમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટનના હેડ ડો. ઉમા કુમારનું કહેવું છે કે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને લોંગ COVIDથી ડરવાની જગ્યાએ સાવધાન રહેવાની જરૂર છે. કેમકે કેટલીક સમસ્યાઓ દર્દીઓને આગળ પણ પરેશાન કરી શકે છે. એટલે કોરોનાથી બચવા માટે બધી સાવધાનીયોનું ધ્યાન રાખવું જોઈએ. કોરોનાથી સારા થયેલા દર્દીઓએ જરાય વિચારવું ન જોઈએ કે તેમને કોરોનાની આગળ કોઈ અસર નહીં થાય. તમને જણાવી દઈએ કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ લોંગ COVID પર વિચાર કરવાનું શરૂ કરી દીધું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp